મુંદરા ગોકુલમ રેસિડેન્સી નવરાત્રિ મહોત્સવની જમાવટ

શ્રદ્ધા અને ભક્તિ સાથે ભાવિકો આરાધનામાં ઓતપ્રોત

મુંદરાની ગોકુલમ રેસિડેન્સી ખાતે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર શારદીય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રોજ રાત્રે માતાજીની આરતી બાદ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવવા સાથે સમગ્ર પરિસરને ઝળહળતું કરી દેવાયું છે. આ મહોત્સવ દરમિયાન મુંદરા બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી, ઉપ પ્રમુખ અમિતભાઈ સોરઠીયા, કારોબારી ચેરમને ધર્મેન્દ્રસિંહ ઝાલા,અને અગ્રણી મહંત અશોક મહારાજ, વિપુલ મહારાજ વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમનું સોસાયટી પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, પ્રમુખ ભુપેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ પારસભાઈ નાયી, ખજાનચી પ્રકાશભાઈ ઝાલા તેમજ તમામ કમિટી મેમ્બર્સ અને રહેવાસીઓના સહકારથી આયોજન થઈ રહ્યું છે.