વાંકીમાં નવરાત્રીમાં પરંપરાનો દબદબો

છંદ, દુહા, ગરબા સાથે ભક્તિનો અનેરો માહોલ

મુન્દ્રા શહેર તેમજ તાલુકા માં અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ રંગત જમાવી રહી છે તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમા માતાજીના છંદ , દુહા અને રાસગરબાથી આરાધના કરવામાં આવે છે .. મુન્દ્રા તાલુકાના જૈનોના તીર્થધામ વાંકી ગામે નવરાત્રિ મહોત્સવમાં માતાજી ની આરતી ,દુહા છંદ અને રાસ ગરબાનું પરંપરાગત રીતે આયોજન આ વખતે પણ થઈ રહ્યું છે ..વાંકીમા પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવ ઉજવવામા આવી રહયો છે. ગામ ના ગરબી ચોક મા અંદાજે સીતેર વર્ષ અગાઉ નવરાત્રીની સ્થાપના કરવામા આવી છે જે તે સમયે દીવાના અજવાળે માતાજીના છંદ ગરબા ગાઇ આરાધના કરવામા આવતી હતી. તે જ પરંપરા આજેય જળવાઇ રહી છે અત્યારે પણ મોટા સાઉન્ડના ઘોંધાટ ને બદલે ઢોલ,તબલા અને પખાવાજના નાદે તથા ગરબા ગાઇ ને આરાધના કરવામા આવે છે બાલીકાઓ નવદુર્ગાનુ રુપ લઈ આરાધના કરે છે તેમજ બહેનો તથા ભાઇઓ ના અલગ રાઉન્ડ રમી ભક્તિ કરી રહ્યા છે.