મરીન કમાન્ડો દ્વારા કચ્છ સરહદે સઘન ચેકીંગ

સમગ્ર રાજ્ય સાથે હાથ ધરાઈ વિશેષ સુરક્ષા કામગીરી

મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા શનિવારે યક્ષ મંદિર, પિંગલેશ્વર, કમંડ, કડુલી અને સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી બોટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.અને માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ તેમ શંકાસ્પદ બોટો ઉપર ખાસ નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા તેમજ DIGP એ. એમ. મુનિયા અને S.P. એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગ રૂપે સમગ્ર દરિયાકાંઠે આ ખાસ ડ્રાઇવ યોજાઈ હતી.