અબડાસામાં શનિવારે સ્વ. અનિરુદ્ધ જયંતીલાલ પરસોત્તમ ભાનુશાલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપર ખાતે દાંડિયારાસ મહોત્સવ યોજાયો હતો. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના માજી અધ્યક્ષ સ્વ. જયંતીભાઈ પરસોત્તમ ભાનુશાલીની સ્મૃતિમાં આ મહોત્સવ યોજાયો હતો. ગીત, સંગીત, અને ઉત્સાહના સંગમ સાથે દાંડિયારાસની રમઝટે વાતાવરણને આનંદમય સાથે ઉત્સવમય નવરાત્રિમય બનાવી દીધું હતું. ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો, આયોજકો, સહયોગીઓ અને કોલેજ પરિવાર સહિતનાનો આભાર ખુશાલીબેન જયંતિભાઈ ભાનુશાલી (પ્રમુખ કચ્છ જિલ્લા રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન) દ્વારા વ્યક્ત કરાયો હતો.
કનકપર કોલેજમાં દાંડિયારાસ મહોત્સવ

