અંજારની ગંગા બજારમાં હાથચાલાકીનો પ્રયાસ થયો કેમેરામાં કેદ

ખરીદી કરતી મહિલા પાસેથી રૂપિયા સેરવવાનો પ્રયાસ નિષ્ફળ, મહિલા રોકડ ફેંકી ફરાર અંજાર શહેરની ગંગા બજારમાં સોમવારે બપોરના સમયે ખરીદી કરી રહેલી મહિલા પાસેથી હાથચાલાકીથી રૂપિયા સેરવી લેવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV દૃશ્યો સામે આવતા બજારમાં ભારે ભીડ વચ્ચે થતી આવી શંકાસ્પદ પ્રવૃત્તિ ઉજાગર થઈ હતી. મળતી માહિતી મુજબ, ગંગા…

Read Full News

મસ્કામાં ૧૧ હજાર ચો.મી. સરકારી જમીનનું દબાણ હટાવાયું

ખેડવાણ, મકાન અને ચારે તરફ બનાવાયેલી વાડ દૂર કરાયા માંડવી તાલુકાના મસ્કા ગામે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છ અને પ્રાંત અધિકારી મુંદરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર માંડવીની ટીમે સરકારી જમીન પરનું આ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી. મસ્કા ગામના સરકારી સરવે…

Read Full News

છ વર્ષે કાયદાના સકંજામાં આવ્યો રાસુભા સોઢા

લાંબા સમયથી ફરારી આરોપી જહેમત બાદ પકડાયો પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના દારૂને સંલગ્ન ગુનાઓમાં ફરારી આરોપી રાસુભા ઉર્ફે રાશિયો તગજી સોઢા, (સોઢાકેમ્પ, ખાનાય અબડાસા) અંતે છ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ પખવાડિયાથી આરોપીને ઝડપી પાડવા જાળ બિછાવી વોચ ગોઠવી રાખી હતી. આ દરમ્યાન…

Read Full News

લાયજામાં વાડામાં ગાંજાનું વાવેતર ઝડપાયું

બાર લીલા છોડ સાથે એક ઇસમને ઝડપાયો માંડવી તાલુકાના મોટા લાયજા ગામે પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી એક ઈસમના કબજાના વાડામાં વાવેલા ગાંજાના 12 લીલા છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજાના છોડ, માટીના સેમ્પલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી અફઝલ હાસમ વર્ષા (ઉ.વ.૨૮), રહે. મુસ્લિમ ફળિયું, મોટા લાયજા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ…

Read Full News

ઉઠંગડીમાં મહિલા પર પથ્થર-કુહાડીથી હુમલો

બચાવવા આવેલા સબંધીને પણ માર મરાયો નખત્રાણા તાલુકાના ઉઠંગડી ગામે પ્લોટમાંથી પસાર થવાના મુદ્દે બોલાચાલી બાદ મહિલા સહિત બે વ્યક્તિ પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં મહિલાને પથ્થર અને કુહાડીના હાથા વડે ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે, તેને બચાવવા આવેલા તેના મામાને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ઉઠંગડી ગામે…

Read Full News

કામ બાબતના ઝઘડાની અદાવત બની જીવલેણ

અવધનગર નજીક મિસ્ત્રીએ મજૂરની હત્યા કરી, આરોપીની ધડપકડ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ટોલનાકાથી આગળ અવધનગર પાસે બની રહેલા નવા પુલિયા નજીક કામના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં મિસ્ત્રીએ લોખંડની અણીવાળી ટામીથી મજૂર પર જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. પદ્ધર પોલીસે સ્થળ પરથી આરોપી બિમલ શિવપ્રસાદ ચમાર (ઉં. વ. ૩૦), પલીહવા જી. નવલપરાસી, નેપાળને ઝડપી લીધો…

Read Full News

મુંદરાના દરિયામાં માછીમારી કરતી બોટ ઝડપાઈ

મુંદરા નજીક અદાણી પોર્ટ સામે દરિયામાં માછીમારી કરતી બોટમાં હવામાન સંબંધી આગાહીઓ સાંભળવા માટે જરૂરી સંદેશાવ્યવહારનું સાધન ન હોવાનું સામે આવતા મુંદરા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અલ બુખારી નામની બોટના ટંડેલ ઉંમર કાસમ વાઘેર વિરુદ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અરજણભાઈ વજીર દ્વારા ફરિયાદ દાખલ કરાવાઈ…

Read Full News

કોઠારા વ્યાજ પ્રકરણમાં ભુજમાંથી ૧ કરોડથી વધુની માલમતા હસ્તગત

આરોપીના સાળાના ઘરમાં એલ.સી.બી. દ્વારા કરાઈ કાર્યવાહી લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી રોકડ રકમ, કિંમતી દાગીના અને ખેતી લાયક જમીનના દસ્તાવેજાે કરાવી પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ લાલ આંખ કરી અબડાસા વિસ્તારમાં થયેલી ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી આગળ ધપાવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ પોલીસે એક કરોડથી વધુની માલમતા ભુજ ખાતેથી રિકવર કરી છે. પકડાયેલા એક…

Read Full News

ગેરકાયદેસર વ્યાજખોરી સામે કોઠારા પોલીસનો સપાટો

૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત , બે વ્યાજખોરોની ધરપકડ કચ્છમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે કોઠારા પોલીસે મોટોસપાટો બોલાવ્યો છે. એક યુવકને ઊંચા વ્યાજના દેવાના ચક્રમાં ફસાવી ધાકધમકીથી રોકડ, જમીન-મિલકતના દસ્તાવેજો અને અન્ય સંપત્તિ પડાવી લેવાની ફરિયાદના પગલે પોલીસે અબડાસાના રાયધણપર ગામે દરોડો પાડી રૂ. ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીમાં રૂ. ૧.૨૪ કરોડની રોકડ,…

Read Full News

વાઘુરામાં ચારો લેવા જતા બે યુવાન પર ચાર શખ્સનો હુમલો

મુંદરા તાલુકાના વાઘુરા ગામે ગાય માટે ચારો લેવા જઈ રહેલા બે યુવાનને રસ્તામાં અટકાવી લાકડાના ધોકા તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડ્યાની ઘટના બહાર આવી છે. આ અંગે હાર્દિક રવજીભાઈ ચાવડા (ઉં.વ. ૧૯, વાઘુરા)એ મુંદરા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૨ સપ્ટેમ્બરના સાંજના આશરે પાંચ વાગ્યે હાર્દિક પોતાના…

Read Full News