જખી બંદરે નામ નંબર વગરની બોટ ઝડપાઈ

મરીન પોલીસની તપાસમાં નિયમભંગ સામે આવ્યો, ટંડેલને નોટિસ અબડાસાના જખી બંદરની જેટી ખાતે મરીન પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન બોટની પાછળના બંને ભાગે ફરજિયાત બોટનું નામ અને રજીસ્ટ્રેશન નંબર લખેલા ન હોવાનું સામે આવતા ટંડેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, કોન્સ્ટેબલ લાયાભાઈ મગનભાઈ રબારી તા.19/09/ના સાંજે જખૌ મરીન પોલીસ સ્ટેશનથી બંદર જેટી…

Read Full News

ભૂસખ્લનથી આશાસ્પદ ભાનુશાલી યુવકનું મૃત્યુ

કેદારનાથ ખાતે બની કરુણ જીવલેણ દુર્ઘટના યાત્રાધામ કેદારનાથ ખાતે બનેલી ભૂસખ્લનની કરુણ દુર્ઘટનામાં માધાપર ( ભુજ ))ના ભાનુશાલી જ્ઞાતિના 29 વર્ષીય આશાસ્પદ યુવાન રાજેશ રમેશ ગજરાનું મૃત્યુ થયું હતું. આ કિસ્સાથી અરેરાટી સાથે સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારના અન્ય સભ્યો સાથે દર્શનાર્થે ગયેલા રાજેશ ગજરાને આ દુર્ઘટના નડી હતી. જેમાં તેમનો જીવનદીપ બુઝાયો હતો….

Read Full News

મુંદરા પોલીસે મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની મોટી અને ગંભીર ઘટનાનો સ્થાનિક પોલીસે ભેદ ખોળી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડીને કુલ રૂ. ૫૨,૯૦,૫૩૦/- ની કિંમતની માલમતા કબ્જે કરવામાં સફળતા મેળવી છે. રિકવર કરવામાં આવેલી માલમતામાં રોકડ રકમ ૨૩,૦૦,૫૦૦, સોના-ચાંદીના દાગીના ૨૯,૪૦,૩૮૦ મળી ૫૨,૯૦,૫૩૦નો સમાવેશ…

Read Full News

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ કેસમાં સજાનો કડક ચુકાદો

આરોપીને ૨૫ વર્ષની સખતકેદ અને ૭૫,૦૦૦નો દંડ ફટકારાયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ ૧૭ વર્ષીય કન્યાનું અપહરણ કરી,બ્લેકમેલિંગ સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની ખાસ કોર્ટે નશયતરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી દીપક ઉર્ફે દીપ વાડીલાલ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોજદડ, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર)ને જવાબદાર ઠેરવી ૨૫ વર્ષની સખત કેદ અને ૭૫,૦૦૦ના દંડની સજા…

Read Full News

કુકમા નજીક બંધ ઓઇલ ડેપોમાં ભીષણ આગ

આઠ ટેન્કર પણ આગની ઝપટમાં, વેસ્ટ ઓઇલના ગોદામની ઘટના ભુજ તાલુકામા અંજાર ધોરીમાર્ગ ઉપર કુકમા નજીકના વિસ્તારમાં બંધ ઓઇલ ડેપોમાં શનિવારે ભયાનક આગ લાગતા જબબર ભાગદોડ મચી હતી. આગની વિકરાળ જ્વાળાઓ સાથે ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં લોકોમાં ભય છવાયો હતો. આ બનાવમાં સમગ્ર ગોદામ આગની ઝપેટમાં આવી જતાં આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ…

Read Full News

માંડવીમાં સાસુ-વહુના સોનાના મંગળસૂત્રની ચોરી

સાસુનું ગાદલા નીચેથી, પુત્રવધૂનું કબાટમાંથી ગાયબ, બે મહિલા પર શંકા માંડવી તાલુકાના શીરવા ગામના વાડી વિસ્તારમાં ખેડૂતના ઘરમાંથી અલગ-અલગ સમયે સાસુ અને પુત્રવધૂના સોનાના બે મંગળસૂત્ર સહિત 90 ગ્રામ સોનું ચોરાઈ ગયાનો મામલો ફરિયાદ સ્વરૂપે પોલીસમાં નોંધાયો છે. આ બનાવ અંગે હિરજી લાવજી હાલાઈ, શીરવા વાડી વિસ્તારએ બુધવારે ફરિયાદ નોંધાવી છે. જેના મુજબ તા.22/08/ની રાત્રે…

Read Full News

કચ્છમાં 23 આઉટ પોસ્ટનો હવાલો હવે ફોજદારને

પશ્ચિમ – પૂર્વની ૧૫ આઉટપોસ્ટ માટે બિનહથિયારીની નવી જગ્યા મંજૂર રાજ્ય સરકારની ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી સેવા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યમાં ૨૦૦ આઉટપોસ્ટ માટે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની કુલ ૨૦૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ માટે નાણાકીય વર્ષ…

Read Full News

મંજલમાં સાપરાધ મનુષ્યવધ- લૂંટ કરનારા ઝડપાયા

ચોરીનો માલ લેનાર ભુજનો ઈસમ પણ પોલીસ સકંજામાં નખત્રાણા તાલુકામાં મંજલ ગામની સીમમાં વાડીમાં કેબલ ચોરી કરવા ગયેલા બે શખ્સએ સર્જેલી સાપરાધ મનુષ્યવધ સાથેની લૂંટની ચકચારી ઘટનામાં નખત્રાણા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે રીઢા ચોર હાસમ ઓસમાણ વાઢા, તેના સાગરીત સાએબ આમદ વાઢા તથા ચોરીનો કેબલ ખરીદનાર ભુજના ભક્તિનગરના ઝુબેર રઝાક કુંભારની ધરપકડ…

Read Full News

મેડીક્લેઈમ નકારવો વીમા કંપનીને પડ્યો ભારે

ભુજ જિલ્લા ગ્રાહક કમિશનનો ચુકાદો, સારવાર ખર્ચ વ્યાજ સાથે ચૂકવવા હુકમ મેડીક્લેઈમના પ્રપોઝલ ફોર્મમાં દર્શાવેલા વજન અને સારવારના મેડિકલ દસ્તાવેજોમાં વજન અલગ હોવાના કારણસર વલતરનો દાવો નામંજૂર કરનાર સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યુરન્સ કંપની લી. સામે ભુજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે. કમિશને વીમા કંપનીની સેવામાં ક્ષતિ હોવાનું ઠરાવી ફરિયાદીની સારવાર પાછળ…

Read Full News

ભુજમાં બંધ મકાનમાંથી 95 હજારની ચોરી

મહિલાના ઘરમાંમાં ત્રાટકેલા તસ્કરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા ભુજ શહેરના ઘોરાડ ચોક નજીક કોરેજા ગલી વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી 95 હજારની ચોરી થઈ હતી. આ અંગે જુલેખાબેન ઇબ્રાઈમ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, જુલેખાબેન ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિનું એક વર્ષ અગાઉ…

Read Full News