૧૪ વર્ષના કિશોર સાથે દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ

ભુજની ખાસ કૉર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ ,ભોગ બનનારને ૩ લાખ વળતરનો આદેશ ૧૪ વર્ષના કિશોરને કબૂતર બતાવવાના બહાને કારમાં બેસાડી નિર્જન સ્થળે લઈ જઈ તેની સાથે વારંવાર અપ્રાકૃતિક કૃત્ય સાથે દુષ્કર્મ આચરવાના તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવાના નવેમ્બર 2024ના ફોજદારી ગંભીર ગુનામાં દયાપરના મનસુખ ભગવાનભાઈ બારૈયાને ભુજની સ્પેશ્યલ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત…

Read Full News

ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની જાળ પાથરી ઠગાઈ કરનારા પાંચ ઝડપાયા

કોઈને શિકાર બનાવે તે પહેલાં જ ભુજની ટોળકી સકંજામાં ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો અને વીડિયો પોસ્ટ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં પ્રવૃત ઠગ ટુકડીનો પશ્ચિમ કચ્છ-(ભુજ) પોલીસ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ ઈસમને ઝડપી પાડી તેમની પાસેથી અસલી સોના સહિત 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે…

Read Full News

માધાપરમાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની ચિલ્ઝડપ

દ્વિચક્રી પર આવેલા બે શખ્સ 17 ગ્રામની ચેન લઈ રફુચક્કર ભુજ શહેરને અડીને આવેલા તાલુકાના માધાપર ગામે મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી દ્વિચક્રી પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાની ચેન ખેંચી ફરાર થઈ જતા પોલીસ દોડધામમાં પડી ગઈ છે. બનાવ બાબતે માધાપર પોલીસ મથકે માધાપરના વેપારી પરષોતમભાઈ ખેંગારભાઈ સોલંકી (સોની)એ…

Read Full News

ઝુરા સોલાર પ્રોજેક્ટ ખાતેથી ત્રણ લાખના કેબલની કરાઈ તસ્કરી

કેબલ બંને છેડેથી કાપી બે હજાર મીટર કેબલ ઉઠાવી જવાયો ભુજ તાલુકાના ઝુરા ખાતે કાર્યરત અયાના રીન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડના સોલાર અજાણ્યા તસ્કરો આશરે ત્રણ લાખની કિંમતના કેબલની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલાર પ્રોજેક્ટમાં સિક્યુરિટી ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ફતુભા ઝાલાએ આ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર…

Read Full News

રાયધણજરમાં 9595 ટન અનધિકૃત બેનટોનાઈટ જપ્ત

પોલીસ તપાસમાં રોયલ્ટી કરતાં વધુ જથ્થો મળ્યો, 51.08 લાખના દંડ માટે કાર્યવાહી ખનીજ ચોરી અને અનધિકૃત ખનીજ સંગ્રહને નેસ્તનાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા અબડાસાના રાયધણજર ગામે મોટી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.રાયધણજર ગામમાં એક રજિસ્ટર્ડ પ્લોટમાં રોયલ્ટી…

Read Full News

નાગલપરમાં તાળું તોડી 4.91 લાખની ઘરફોડી

માતાપુત્ર દવા લેવા ભુજ ગયા અને પાછળથી કરાઈ ચોરી નખત્રાણા તાલુકામાં નાગલપર ગામે પરિવારના માતાપુત્ર દવા લેવા ભુજ ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કબાટની તિજોરીમાંથી 4.91 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગેની ફરિયાદ મુજબ નાગલપર ખાતે રહેતા મોંગીબેન (મધુબેન ) અનિલભાઈ ચાવડા પાંચમી ઓક્ટોબરના તેમના…

Read Full News

મુંદરા અદાણી સોલારની સર્વર કચેરીના 17 લેપટોપની ચોરીમાં ઘરના જ ઘાતકી નીકળ્યા

બે લેપટોપ રૂમમાંથી મળ્યા, બાકીના 15ની કર્મચારીઓની કબૂલાત મુંદરા ખાતે અદાણી સોલાર કંપનીની સર્વર ઓફિસમાંથી ડેલ કંપનીના 17 લેપટોપ ચોરી થવાના બનાવનો ભેદ ખોળી કઢાયો છે. પ્રકરણમાં કંપનીના કર્મચારીઓની સંડોવણી તપાસમાં ખુલી છે. બનાવ અંગે આઈટી મેનેજરે ફરિયાદ લખાવી છે. સર્વર ઓફિસમાં લેપટોપનો સ્ટોક ચેક કરતાં 47માંથી 17 લેપટોપ મળી આવ્યા નહોતા. ફરિયાદ મુજબ અદાણી…

Read Full News

ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થીને ચેકના કેસમાં કેદ અને દંડની સજા

  નીતિન કેશવાણીને ત્રણ કેસમાં અને પત્ની એક કેસમાં ઠર્યા દોષિત, ભુજ ચીફ કોર્ટનો ચુકાદો ભુજ: સોળ લાખ રૂપિયાના મૂલ્યના જુદાજુદા ચાર ચેક બેંકમાંથી પરત ફરવાના મામલે ઊભા થયેલા નેગોશિયેબલ ધારાના અલગઅલગ ચાર કેસમાં ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થી નીતિન વસંતલાલ કેશવાણી અને તેમના પત્ની હેમાલીબેન નીતિન કેશવાણીને. તકસીરવાન ઠેરવીને અત્રેની અદાલતે નીતિન કેશવાણીને…

Read Full News

રાપર ખોખરામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

1.02 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પકડાયા અંજાર તાલુકાના રાપર ખોખરા ગામ નજીક પીરવાળા ડેમની પાળ પાસે બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન કુલ રૂ.1,02,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 4 ઓક્ટોબરના વહેલી સવારે પેટ્રોલિંગમાં હતો….

Read Full News

રેલવે સ્ટેશનમાં હત્યા બાદ જેલમાં ‘ખૂની ખેલ’

પાલારા જેલની ઘટના, સાથી કેદીના માથામાં પથ્થર માર્યો ભુજમાં ત્રણ દિવસ અગાઉ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે બિહારના યુવકના માથામાં લોખંડનો પાઈપ મારી તેની હત્યા કરનાર દીપાંશુ ચેતન વિશ્વકર્માએ હવે પાલારા જેલમાં પણ સાથી કેદી પર હુમલો કરતાં ચકચાર મચી છે. હત્યાના ગુનામાં જેલમાં ધકેલાયા બાદ દીપાંશુએ શનિવારે રાત્રે પોતાની બેરેકમાં 30 વર્ષીય અબ્બાસ ઈસ્માઈલ…

Read Full News