અબડાસા વિસ્તારના વાયોરના જાડેજા પરિવારના યુવાનો પોતાના કુળદેવી મોમાય માતાજીનું જયાં પ્રાગટ્ય સ્થાન છે એ તીર્થસ્થાન મોરાગઢ મોમાયમોરા ધામ જવા પગપાળા નીકળ્યા હતા. અતુટ વિશ્વાસ, શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે આ પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ પદયાત્રા દ્વારા સમાજમાં એકતા સાથે એકબીજા પ્રત્યે વિશ્વાસ રહે અને સૌના જીવનમાં સુખ શાંતિ સમુદ્રિ નિરોગી આરોગ્ય, દેશ સમાજ ધર્મ પરત્વે અતુટ વિશ્વાસ કાયમ બની રહે તેવી ભાવના સાથે પદયાત્રા આરંભાઈ હતી.
વાયોરથી મોંમાયમોરા ધામ પદયાત્રા

