બાર લીલા છોડ સાથે એક ઇસમને ઝડપાયો
માંડવી તાલુકાના મોટા લાયજા ગામે પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી એક ઈસમના કબજાના વાડામાં વાવેલા ગાંજાના 12 લીલા છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસે ગાંજાના છોડ, માટીના સેમ્પલ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી અફઝલ હાસમ વર્ષા (ઉ.વ.૨૮), રહે. મુસ્લિમ ફળિયું, મોટા લાયજા સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. કિરણભાઈ વિરમભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદ મુજબ પોલીસને બાતમી મળી હતી કે અફઝલ હાસમ વર્ષાએ પોતાના કબજા-ભોગવટાના વાડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. વાડામાં તપાસ દરમિયાન માટીની પાળ નીચે ભેજવાળી જમીનમાં ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ.ના સાયન્ટિફિક ઓફિસરએ તપાસ કરી છોડોમાં કેનાબીસની લાક્ષણિક વિશિષ્ટ વાસ હોવાનું જણાવ્યું હતું. પૂછપરછમાં અફઝલે પોતે ગાંજો પીવાનો બંધાણી હોવાથી આશરે બે મહિના પહેલાં ગાંજાના બીજ વાવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમ પોલીસે કહ્યું હતું

