ગામના રહેવાસીઓ ભાવભેર કાર્યક્રમમાં જોડાયા
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ મ.સ.અને તેમના શિષ્ય ઓજસમુનિ ‘મંગલ’ મ.સ.ની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના દરશડી ગામમાં સોમવારના સવારે કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જૈન સંતો સાથે ગામ લોકોની હાજરીમાં વાજતે-ગાજતે કળશ યાત્રાનું આઠ કોટી મોટીપક્ષના સ્થાનક પાસેથી પ્રસ્થાન થયું હતું રિતેશભાઈ વસંતલાલ જોશી, ચંદુદાન નારાણજી ગઢવી, નટુભા આમરજી જાડેજા, બાબુજી રમુજી વાઘેલા અને અરજણભાઈ ધનજી સેંઘાણીના નિવાસસ્થાને કળશ યાત્રા ગઈ હતી. તેમ વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી/ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કળશ યાત્રા દરરોજ સવારના ૯ વાગે નીકળનારી હોવાનું ચાતુર્માસ કમિટીએ જણાવ્યું હતું.

