માંડવીની સિવિલ હોસ્પિટલને ફ્રીઝની ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા માધુરીબેન રણછોડદાસ પૂરેચા તરફથી માંડવીની સિવિલ હોસ્પિટલને ૨૩૦ લીટરનું ફ્રીઝ ભેટ અપાયું હતું. સમિતીના કારોબારી સભ્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા.. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણા અને પ્રયત્નોથી ફ્રીઝ ભેટ અપાયું હતું. સમારોહના પ્રમુખ માંડવી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.ઉદયભાઈ આઈ. ભુંડિયા અને અતિથિવિશેષ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પાસવાનએ આભાર માન્યો હતો.