ગેરકાયદેસર વ્યાજખોરી સામે કોઠારા પોલીસનો સપાટો

૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત , બે વ્યાજખોરોની ધરપકડ

કચ્છમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે કોઠારા પોલીસે મોટોસપાટો બોલાવ્યો છે. એક યુવકને ઊંચા વ્યાજના દેવાના ચક્રમાં ફસાવી ધાકધમકીથી રોકડ, જમીન-મિલકતના દસ્તાવેજો અને અન્ય સંપત્તિ પડાવી લેવાની ફરિયાદના પગલે પોલીસે અબડાસાના રાયધણપર ગામે દરોડો પાડી રૂ. ૨.૨૫ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહીમાં રૂ. ૧.૨૪ કરોડની રોકડ, એક કરોડથી વધુ કિંમતનું સોનું અને ચાંદી, ૭૪ ચેકબુક, ૭૭ સહી કરેલા ચેક, ૭૨ બેંક પાસબુક અને વિવિધ વ્યક્તિઓના ૩૫ દસ્તાવેજો મળી આવતાં ચકચાર મચી છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીને વર્ષ ૨૦૨૧માં નાણાંની જરૂરિયાત ઊભી થતાં આરોપી આમદ હાજી મામદ મંધરા પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણાં લીધા હતા. બાદમાં વ્યાજની રકમ વધારીને વસૂલવામાં આવી હોવાનો તેમજ ફોર-વ્હિલર અનેં જમીન સહિતની મિલક્ત અંગેના દસ્તાવેજો અને કરારો કરાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. કરિયાદ્ મુજબ આરોપીઓએ સહી કરેલા કોરા બેંક ચેક. ચેકબુક સહિતના દસ્તાવેજો મેળવી લીધા હતા. ફરિયાદીએ રોકડમાં રૂ. ૩૫ લાખ અને ગૂગલ પે મારફતે રૂ. ૧.૪૮.૫૦૦, એમ કુલ રૂ. ૩૬.૪૮.૫૦૦ ચૂકવ્યા હોવા છતાં વધુ . વ્યાજની માગણી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીની કોઠારા ગામની જમીન અંગે સાટા કરાર કરાવ્યા બાદ ધાકધુમકી આપી જમીનના દસ્તાવેજો આરોપીઓ તથા તેમના પરિવારજનોના નામે કરાવવામાં આવ્યા હતા.
કેસમાં પોલીસે કોઠારા ખાતે રહેતા આમદ હાજી મામદ મંધરા અને રાયધણપરના ઓસમાણ હાજી મામદ મંધરાની ધરપકડ કરી છે. જયારે બતાવમાં સૂંડોવાયેલા અન્ય એક આરોપી જગદીશ પ્રજાપતિની ધરપકડ કરવાની બાકી છે.
તપાસ દરમિયાન પોલીસને આરોપી ઓસમાણના રાયધણપર ખાતેના મકાનમાંથી રોકડ, દાગીના, દસ્તાવેજો અને અન્ય સામગ્રી હોવાની માહિતી મળી હતી. પંચ સાક્ષીઓની હાજરીમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન પોલીસે મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો હતો. રોકડ રૂપિયા ૧,૨૪,૫૩,૪૦૦, સોનાના દાગીના અને સિક્કા ૮૩૧.૮૧૦ ગામ, ચાંદીના દાગીના અને સિક્કા ૨.૨૧૨ કિલોગામ, હિસાબની ડાયરી, બેંક કાર્ડ: ૧૭, વિવિધ વ્યક્તિના દસ્તાવેજ ૩૫, બેંક ચેકબુક: ૭૪, સહી કરેલા બેંક ચેક: ૭૭, બેંક પાસબુક: ૭૨, વાહનની આરસી બુક૧૯, મોબાઈલ ફોન: ૧ કબજે કરાયા હતા.
કોઠારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદ અનુસાર, વર્ષ ૨૦૨૧માં જાવેદ હુશેનભાઇ હજામને રૂ. ૪.૫૦ લાખની જરૂર પડતાં તેણે આમદ મંધરા પાસેથી ૧૦ ટકાના વ્યાજે નાણાં લીધા હતા. સમયસર ચુકવણી નહીં થતાં વ્યાજ સહિત રૂ.૭.૫૦ લાખની માગણી કરીને આરોપીઓએ ધાકધમકી આપી હતી. બાદમાં ક્રોઠારા ગામની છ એકર ખેતીની જમીનનો સાટા કરાર ઓસમાણ મંધરાના પુત્ર અશફાક ઓસમાણ તથા મત્રીજા એજાઝઅહેમદ હુશેનના નામે નલિયા ખાતે નોટરી સમક્ષ કરાવ્યો હતો. બાદમાં જમીનના દસ્તાવેજો આરોપીના પરિવારજનો તથા મિત્રોના નામે કરાવાયા હતા. બાદમાં જમીન જગદીશ પ્રજાપતિના નામે રૂ.૩૨ લાખમાં રજિસ્ટર કરાવાઈ હોવા છતાં ફરિયાદીને રકમ મળી નહોતી. ફરિયાદીએ વ્યાજ પેટે જગદીશનેરૂ. ૨ લાખ ચુકવ્યા હતા. આ ઉપરાંત સ્વિફ્ટ કારના વેચાણ કરાર મારફતે રૂ.૫.૫૦ લાખ તથા રોકડ અને ઓનલાઈન વ્યવહારો દ્વારા રૂ. ૩૬,૪૮,૫૦૦ ચુકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરીને ધમકી આપતો હતો. જોકે, ત્રાસના કારણે જાવેદ થરેથી ગુમ થઈને નીકળી જતાં ગુમનોંધ પણ કરાવાઈ હતી. આ મામલે આરોપી આમદ હાજી મામદ મંધરા, ઓસમાણ હાજી મામદ મંધરા તેમજ જગદીશ રામપ્રતાપ પ્રજાપતિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિંરાગ કોરડિયા, પશ્ચિમ કચ્છ-ભુજના અધીક્ષક વિકાસ સુંડા અને નલિયા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક મનીષા દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી કોઠારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પી. કે. રાડા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો.