અપહરણ અને પોક્સો કેસમાં આરોપી નિર્દોષ

બોગસ જન્મના દાખલા અંગે અંજાર ચીફ ઓફિસરને તપાસ આદેશ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં ભુજની વિશેષ પોક્સો અદાલતે આરોપી રઝાક ઓસમાણ સમાને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે. આ સાથે અદાલતે કેસમાં રજૂ કરાયેલા બોગસ જન્મના દાખલા અને બાળકના પિતાના નામમાં ગેરકાયદેસર ફેરફાર કરવાના ગંભીર મુદ્દાને ધ્યાને…

Read Full News

કારમાં છુપાવેલા દારૂ સાથે મજૂર ઝડપાયો

માંડવી પોલીસે 39 બોટલ સહિત 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો માંડવી પોલીસે શહેરના પાદરમાં ગઢશીશા ત્રણ રસ્તા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી આઈ. 20 કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ સાથે કાર સહિત 1,61,300નો મુદ્દામાલ કબજે થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ પેટ્રોલિંગ દરમિયાન ગઢશીશા ત્રણ રસ્તા પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચંદ્રેશ…

Read Full News

ભુજમાં બે સમાજ કલ્યાણ નિરીક્ષક લાંચમાં ઝડપાયા

આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવા લાંચ માગ્યાનો આરોપ ભુજમાં બહુમાળી ભવન ખાતે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા બે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષક ચાર હજારની લાંચ લેતા એસીબીના ઝડપાયા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનની સહાયના અલગ-અલગ હપ્તા જમા કરાવી આપવા માટે બંને કર્મચારીઓએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હોવાની…

Read Full News

ચોરોએ તિજોરી ઉઠાવી, પણ ન ઉપાડી શક્યા

વિથોણમાં ખેતાબાપા સંસ્થાનની ઓફિસમાં બનેલી ઘટના, CCTVમાં દેખાયા આરોપી નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપા સંસ્થાનના કાર્યાલયમાં તસ્કરો દ્વારા તિજોરી ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે.મધરાતે બનેલી ઘટનામાં ત્રણ શખ્સએ ઓફિસમાંથી આખેઆખી તિજોરી બહાર કાઢી હતી, પરંતુ તેને સ્થળ પરથી લઈ જવામાં સફળ ન થતાં કંપાઉન્ડ વૉલ પાસે લારી પર મૂકીને તેઓ ફરાર થઈ ગયા…

Read Full News

ભાવનગર ઝેરી દારૂકાંડમાં ભુજનું જોડાણ

લાતુરથી આરોપી ઝડપાયો, પેકિંગ સામગ્રીની જવાબદારી હોવાનું ખુલ્યું ભાવનગર જિલ્લાના ખરકડી ગામે ઓગસ્ત માસમાં મિથેનોલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૧૩ જણનાં મોત નિપજાવનારા ચકચારી કાંડમાં હવે ભુજ કનેક્શન બહાર આવ્યું છે. આ કેસમાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના મહેંદગઢના ૨૨ વર્ષીય લાડુરામ ઉર્ફે ગણેશ શ્યામલાલ ખારોલને મહારાષ્ટ્રના લાતુરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા મુજબ…

Read Full News

કોઠારાના વ્યાજખોરી કેસમાં વધુ એક ફોજદારી

વિસ ટકા માસિક વ્યાજે લીધેલા 5 લાખ ચૂકવ્યા છતાં સાંધવની જમીન લખાવી લીધી અબડાસાના કોઠારા પોલીસ મથકના વ્યાજખોરીના અગાઉના કેસ બાદ હવે વધુ એક ફરિયાદ સામે આવી છે. સાંધવ ગામના મહાદેવગર ચંદનગર ગુસાઈએ કોઠારા પોલીસમાં આ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો છે કે પિતાની સારવાર માટે લીધેલા 5 લાખનું મૂળ-વ્યાજ ચૂકવી દીધા બાદ પણ આરોપીઓ દ્વારા…

Read Full News

ભુજ રેલવે મથકે બોલાચાલી બાદ યુવકની હત્યા

પરપ્રાંતીય  પાઈપ વડે હુમલો કરતાં થયું મોત : આરોપી ઝડપાયો ભુજ રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે બે પ્રવાસીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. ઉશ્કેરાયેલા યુવકે પાઈપ વડે અન્ય યુવકના માથામાં જીવલેણ હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવમાં રેલવે પોલીસે તાત્કાલિક…

Read Full News

અંજાર કોર્ટ દ્વારા બેવડી હત્યામાં બે આરોપીને આજીવન કેદ

બેટરી ચોરીનો વિરોધ કરતાં વૃદ્ધ સહિત બેની હત્યા થઈ હતી, ૫૦-૫૦ હજારનો દંડ કરાયો અંજારના ચોથા અધિક સેશન્સ જજ દ્વારા વર્ષ ૨૦૨૩ના ચકચારી બેવડી હત્યાં કેસમાં ચુકાદો અપાયો હતો. ટ્રકમાંથી બેટરી ચોરી કરવાનો વિરોધ કરનાર બે નિરપરાધ વૃદ્ધોને લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારવાના આ ગુનામાં કોર્ટે ૨ આરોપી હિરજી ભીમજી દેવરિયા અને આલ્ફાઝ દાઉદ…

Read Full News

ભુજમાં વાયુદળ કર્મચારી પાસેથી દારૂ લેનારો ઝડપાયો

5.01 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયો ભુજ શહેરમાં ગેરકાયદે દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઓધવવંદના સોસાયટી વિસ્તારમાં દરોડો પાડી કારમાંથી ભારતીય બનાવટના અંગેજી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત 5,01,164નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ ફરિયાદ…

Read Full News

બારોઈ-ગોયરસમાં માર્ગે ભૂગર્ભ વીજ કેબલ ચોરાયો

પીજીવીસીએલ લાઇનના ખુલ્લા બંને છેડા કાપી ચોરી મુંદરા તાલુકામાં બારોઈ અને ગોયરસમા વચ્ચેના રોડ પર કિસાનવાડીની પાસે આવેલી જમીનમાં ભૂગર્ભ વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ચોરીનો બનાવ બહાર આવ્યો છે. અજાણ્યા તસ્કરો જમીનમાં નાખેલા વીજ કેબલના બંને છેડા કાપીને અંદાજે 50 મીટર લાંબો અને રૂ.50,000ની કિંમતનો કેબલ ચોરી કરી ગયા હતા. આ અંગે ઓનીક્સ રિન્યુએબલ લિમિટેડ…

Read Full News