જિયો-રિલાયન્સ પરિવાર ખુશખુશાલ

દેશ સહિત વિશ્વના ટોપના ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી સંચાલિત રિલાયન્સ ગ્રુપના જિયોના વિક્રમી આઈ.પી.ઓ. બાદ તેનું ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું. 1119 રૂપિયામાં અપાયેલા શેરનો ભાવ 1358 ખુલ્યો. લગભગ 21 ટકા નફા સાથે રોકાણકારો માટે દિવાળી સુધારતો માહોલ સર્જાયો છે. લિસ્ટિંગ વેળાએ અંબાણી પરિવારના મુકેશભાઈ, નીતા અંબાણી, અનંત અંબાણી, ઈશા અંબાણી, આકાશ અંબાણી, અને રિલાયન્સ ગુપના પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સ પરિવારે આ સસ્મિત પોઝ આપ્યો હતો.