માંડવી માટે સિક્કા તથા નવી નોટોના વિતરણની રજૂઆત

દિવાળીના તહેવારોને અનુલક્ષીને માંડવીના લોકો તથા વેપારીઓને પાંચ અને દસ રુપિયાના સિક્કા તથા ૧૦-૨૦-૫૦ અને ૧૦૦ રુપિયાની નવી નોટોના વિતરણ માટે આયોજન કરવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત સંસ્થા ‘માંડવી સર્વાંગી વિકાસ પરિષદે ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી તથા મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે શુક્રવારના રોજ માંડવીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજરને આવેદનપત્ર અર્પણ કરી આ માંગણી કરી હતી. પરિષદના ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ તથા ખજાનચી ભરતભાઈ કપ્ટા (જોષી) જોડાયા હતા.