નખત્રાણા તાલુકાના સાંગનારા ગામે પતરી વિસ્તારમાં પશુવારા પરિવાર દ્વારા મહા અષ્ટમી નિમિત્તે ચામુંડા માતાજીના મંદિરે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. પરિવાર દ્વારા હોમ હવન કરી આહુતિ આપવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પણ લાભ લીધો હતો. પરિવારના રબારી વેરશી સુરા , રબારી કમા પબા, રબારી ગાભા સુરા, રબારી રાણા સુરા, રબારી ભીમજી સુરા , રબારી કારું વેરશી, રબારી ભીમા મંગલ સહિતન જોડાયા હતા. શાસ્ત્રી તરીકે જગદીશ મહારાજ ચાવડકાવાળા હાજર રહ્યા હતા.
સાંગનારા ચામુંડા મંદિરે હોમ હવન

