મુન્દ્રામાં સંઘનું પથ સંચાલન

મુન્દ્રા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાષ્ટ્રભક્તિ અને શિસ્તના પ્રતીક સાથે પથ સંચલન યોજાયું હતું. જેની મુખ્ય વિશેષતા સંઘના ઘોષ વાદકો (બેન્ડ પથક) રહ્યા હતા. દેશભક્તિના સૂર અને ડ્રમના તાલ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્વયંસેવકો રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણના ભાવ સાથે પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા. નગરના નાગરિકો, સામાજિક અગ્રણીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વયંસેવકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.