જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓનો વિક્રમ, એક કરોડ અરજી પાર કરનાર વિશ્વમાં પ્રથમ

રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી દ્વારા એક નવો વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત થયો છે. ધીરુભાઈ અંબાણીના વારસા અને મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હને જિયોના આઈ.પી.ઓ.એ વિશ્વમાં ઉચ્ચતમ સ્થાને પહોંચાડ્યું છે.
જિયોના ઐતિહાસિક સીમાચિન્હની આ વિગતો મુજબ ઈશ્યુ બંધ થવામાં હજુ થોડા કલાક બાકી હતા ત્યારે જ જિઓ પ્લેટફોર્મ્સના આઇપીઓને મળેલી અરજીઓએ એક કરોડનો આંકડો પાર કરી લીધો હતો.
નવો વિશ્વ વિક્રમ રચતા જિયોના આઇપીઓએ વારી એનર્જીઝને પ્રાપ્ત અંદાજે 97 લાખ અરજીઓના અગાઉ નોંધાયેલા વિશ્વ વિક્રમને પાછળ છોડી દીધો છે. તો અન્ય મોટા આઇપીઓ કરતાં આગળ રહેવા સાથે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બીસીસીએલ ભારતના અગાઉના વિક્રમને પણ તોડ્યો છે. આ રેકોર્ડ બનાવનારી આ કંપનીઓ માટે જે તે સમયે અંદાજે 90 લાખ અરજીઓ આવી હતી. દરમ્યાન જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકારોએ ગાઢ રૂચિ દર્શાવતા એક કરોડ અરજીનો આંકડો પાર કરનાર વૈશ્વિક સ્તરે પ્રથમ આઇપીઓ બન્યો છે. આ વિક્રમ હજુ આગળ વધી રહ્યો છે. કૂલ અરજીઓની સંખ્યા હજુ પણ ઉચ્ચ વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરી શકે છે. તેવી વિગતો જાહેર કરાઈ છે.