બે પવનચક્કીમાં ચોરી, 62 હજારનું નુકસાન

સિયોત અને ગુનેરીમાં તાળાં તોડી એલ્યુમિનિયમ-કોપરના કેબલ કાપી જવાયા

લખપત તાલુકામાં સિયોત અને ગુનેરી ગામની સીમમાં આવેલી આઈનોક્સ કંપનીની બે પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બંને પવનચક્કીઓનાં તાળાં તોડી અંદરથી પેનલ બોર્ડ તથા અલગ-અલગ સાઈઝના એલ્યુમિનિયમ અને કોપરના કેબલ વાયરો કાપી ચોરી કરવામાં આવી હતી. આ બંને બનાવોમાં અંદાજે 62 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉદયરાજસિંહ ચૌહાણ નખત્રાણા, આર્મ્સ ટ્રેક સિક્યોરિટી સર્વિસમાં સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેઓ સિયોત અને ગુનેરી ગામની સીમમાં આવેલી આઈનોક્સ કંપનીની પવનચક્કીઓનાં લોકેશન OD-73 અને OD-95 પર સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખે છે. તેમની ફરિયાદ મુજબ, તા. 21 ઑક્ટોબરે સિયોત સીમના લોકેશન પર થયેલી ચોરીની જાણ થઈ હતી. તો તે જ દિવસે સાંજે ગુનેરી સીમના લોકેશન પર પણ ચોરીની જાણ થઈ હતી. તસ્કરોએ તાળું તોડી ચોરી કર્યા બાદ બીજું તાળું લગાવી દીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.