રામ, લક્ષ્મણ , હનુમાનજી, સીતાજીના પાત્રો સાથે શોભા યાત્રા કાઢવામાં આવી
દશેરા નિમિત્તે નખત્રાણા ખાતે છેલ્લા 40થી 45 વર્ષથી જય માતાજી ગ્રુપ તેમજ હિન્દુ સનાતન સમાજ દ્વારા દર વર્ષે વથાણમાં રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ વખતે પણ વથાણમાં 40મો રાવણ દહન કાર્યક્રમ વિશાળ જનમેદની વચ્ચે યોજવામાં આવ્યો હતો. દશેરા નિમિત્તે અહંકારરૂપી રાવણના પૂતળાનું જય માતાજી ગ્રુપ તેમજ હિન્દુ સનાતન સમાજ દ્વારા સંધ્યા ટાણે કરવામાં આવ્યું હતું રાવણ દહન પૂર્વે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું
શ્રીરામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી તથા વાનરસેનાના પાત્રોની વેશભૂષા સાથે નગરમાં શોભાયાત્રા નીકળી હતી. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય માતાજી ગ્રુપના ડાયાભાઈ સૈઞાણી તથા જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે અહીં દર વર્ષે અહંકાર રૂપી રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે આ વખતે પણ મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ રહી હતી. રાવણનું પૂતળું 35 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હરિભાઈ લુહાર, ડાયાભાઈ સેંઘાણી, ચંદનસિંહ રાઠોડ, દિનેશભાઈ નાથાણી, હિરેન ભાનુશાલી, કાંતિભાઈ નાથાણી, પિયુષભાઈ રૈયાણી, હરેરામભાઈ ભગત , ચેતનભાઇ ઠક્કર, જાગૃતીબેન ઠક્કર , દમયંતીબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, હંસાબેન રૈયાણી, યોગેશભાઈ પાંચાણી , ચંદુભાઈ રૈયાણી, ભાણજીભાઈ પટેલ, રતનશીભાઈ જબુવાણી, સહિતનાએ જહૈમત ઉઠાવી હતી
શ્રીરામના પાત્રમાં હેત પરસોત્તમભાઈ પાંચાણી લક્ષ્મણના પાત્રમાં શુભ યોગેશભાઈ પાંચાણી તેમજ હનુમાનના પાત્રમાં વંશ સંજયભાઈ પાંચાણીએ પાત્રોની ભૂમિકા ભજવી હતી.
શંકર વિજય શો.મીલ થી નવાવાસ મુખ્ય બજાર સુપરમાર્કેટ વથાણ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બરાબર સંધ્યા સમયે રાવણના પુતળાને નાભીમાં બાણ મારવામાં આવ્યું હતું અને ફટાકડાની આતક બાજી જોવા મળી હતી. રાવણનું પૂતળું ઊભું કરવા માટે કેશુભાઈ કેસરાણી, ઝવેરભાઈ કેસરાણી, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, કલ્પેશભાઈ લુહાર , શંકર વિજય સોમીલનો સ્ટાફ હિતેશભાઈ કેસરાણી, ભરતભાઈ સુરાણી, મહેશભાઈ કેસરાણી, સહિતનાએ 35 ફૂટ ઊંચુ રાવણનું પૂતળું ઉભુ કર્યું હતું. રાવણ દહન પૂર્વે નગરપાલિકા દ્વારા સમગ્ર વણણમા સફાઈ આદરવામાં આવી હતી જુના જનસંઘી અને નખત્રણાના રાવણ દહનના કાર્યક્રમમાં સતત સહયોગ આપતા સ્વ ધનસુખભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ આપી યાદ કરવામાં આવ્યા હતા લાલજીભાઈ રામાણી જીતુભા જાડેજા ડાયાભાઈ સેગાણી સહિતનાઓનો વિશેષ સહયોગ રહ્યો હતો.

