ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના ઉપક્રમે આયોજન
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા તાજેતરમાં મૂળ માંડવીના પરંતુ હાલમાં મસ્કત – ઓમાન નિવાસી દાતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી, બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રતનવીર નેચરક્યોર સેન્ટર – બિદડાને બે વોશિંગ મશીન તથા ડોણ (તા.માંડવી)ની સરકારી માધ્યમિક શાળાને ઠંડા પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું હતું.
બિદડાના રતનવીર નેચરક્યોર સેન્ટરને અર્પણ કરાયેલા ૨ વોશિંગ મશીનનું લોકાર્પણ સમિતિના કારોબારી સભ્ય અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હોવાનું સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડો.શાંતનુ મિશ્રા, ડો.પ્રિયાંગ માલ્વિયા, ડો.અભિષેક દુબે, ડો. વિની ગાલા તથા મેનેજર ભાવિનભાઈ રાજગોર અને જેનીલ ગોરે આભાર માન્યો હતો. રતનવીર નેચરક્યોર સેન્ટરના ચેરમેન હેમંતભાઈ રાંભિયાએ શુભેચ્છા પાઠવી હતી.
ડોણની સરકારી માધ્યમિક શાળાના આચાર્યા વૈશાલીબેન સોલંકી અને શિક્ષકોએ આભાર માન્યો હતો. બિદડા અને ડોણના બંને કાર્યક્રમ વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ મ.સા.ના જન્મદિવસે શુભેચ્છા રૂપે અર્પણ કરવાની ઘોષણા કરાઈ હતી.

