મુંદરામાં મની ટ્રાન્સફર એજન્ટ સાથે સાયબર ઠગાઈ

વેપારી પાસે અલગ-અલગ બેંક ખાતામાં 10 ટ્રાન્ઝેક્શન કરાવી લેવાયા મુંદરા બસ સ્ટેશન પાસે મની ટ્રાન્સફર અને ટિકિટ બુકિંગની ઓફીસ ચલાવતા 23 વર્ષીય યુવક સાથે અજાણ્યા શખ્સે છેતરપિંડી કરી રૂ.2.94 લાખ બે અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતાં મુંદરા પોલીસ મથકે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. મુંદરાના નારણ હરીભાઈ ગઢવી ‘જય મોરદાદા ટેલીકોમ એન્ડ ટ્રાવેલ્સ’ નામે…

Read Full News

દરિયાઈ સીમાડે મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ

જખૌથી ખીદરત ટાપુ અને ભારતસોલ્ટ સુધી બોટોની તપાસ કચ્છની દરિયાઈ સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા ગુરુવારે વિશેષ ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ જખૌ સેક્ટરની મરીન કમાન્ડો ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સાથે બોટ તપાસણી કરાઈ હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન ખીદરત…

Read Full News

ફતેહગઢમાં માલધારી યુવાન પર ફાયરિંગ

ચોરીના ઈરાદે આવેલા બે શખ્સએ ગોળીબાર કરતા યુવાન ઘવાયો રાપર તાલુકાના નાની રવ ગામના માલધારી પરિવાર પર ફતેહગઢ નજીક ભોજનારી ડેમ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે બે અજાણ્યા શખ્સએ ગોળીબાર સહિતનો હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઘેટાં-બકરાંની ચોકી કરી રહેલા ૩૦ વર્ષિય માલધારી જોગા મમુ રબારી નામના યુવક પર બે અજાણ્યા શખ્સએ…

Read Full News

મંદિર ના તાળાં તોડી એમ્પલિફાયર ચોરાયું

સીસીટીવીમાં વહેલી સવારે શંકાસ્પદ ઇસમની હિલચાલ કેદ ભુજની સીમમાં નાગોર રોડ ઉપર બીજ સામે આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કરી એમ્પલિફાયરની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચોરીની ઘટનાની જાણ થતાં મંદિર સમિતિના સભ્યોએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં મંદિર તથા બાજુના રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ભુજના ઘનશ્યામનગરમાં રહેતા…

Read Full News

માધાપરમાં ક્રેડિટ કાર્ડમાંથી 1.43 લાખ ગાયબ

મધરાત બાદ પાંચ વખત ટ્રાન્ઝેક્શન થતાં બેંકનો ફોન આવ્યો ભુજ તાલુકાના માધાપરમાં રહેતા અને મેડિકલ લાઇનમાં નોકરી કરતા 31 વર્ષીય ભાવિનભાઈ નટવરલાલ સુથાર સાથે સાયબર છેતરપિંડીનો બનાવ બહાર આવ્યો છે. અજાણ્યા શખ્સે તેમના ક્રેડિટ કાર્ડનો તેમની જાણ કે મંજૂરી વિના ઉપયોગ કરી કુલ રૂ.1,43,702.95 ઉપાડી લેતાં તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા બાદ માધાપર…

Read Full News

મુંદરાના મકાનનું તાળું તોડી રૂ 2.50 લાખની ચોરી

ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા પરિવારના ઘરમાં તસ્કરી મુંદરાના રાઈ ફળિયામાં ખોજા મસ્જિદની બાજુમાં રહેતા સમીરભાઈ શોકતઅલી ખોજાના બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યો તસ્કર મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા આશરે રૂ.2.50 લાખ રોકડા ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી સમીરભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા શોકતઅલી…

Read Full News

આડેસરમાં આકાશી વીજળી પડતાં યુવાનનું મોત

ત્રણ માસૂમ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી રાપર તાલુકામા આડેસર ગામે આકાશી વીજળી પડવાથી યુવાનનું મોત નીપજ્યું હતું આડેસર ગ્રામ પંચાયતના સત્તાવાર અહેવાલ મુજબ તા. ૧૪ સપ્ટેમ્બરના સાંજે આશરે ૭:૩૦ વાગ્યાના સુમારે અચાનક વીજળી ત્રાટકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ કુદરતી હોનારતમાં ગામના ૩૫ વર્ષીય યુવક જયંતિભાઈ ભવાનભાઈ પરમાર વીજળીની ઝપેટમાં આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ…

Read Full News

ભુજમાં ફૂટવેરના વેપારીને ઘેરી પાઈપથી માર મરાયો

જૂની મારામારીની ફરિયાદનું મનદુઃખ રાખી ત્રણ ઈસમનો હુમલો ભુજના અનમરીંગ રોડ વિસ્તારમાં ફૂટવેરની દુકાન બહાર વેપારીને ત્રણ શખ્સોએ ઘેરી લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો બનાવ બહાર આવ્યો છે. હુમલામાં વેપારીના બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે 14 ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હુમલાખોરોએ જતા જતા ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી…

Read Full News

ગાગોદરમાં દારૂ ભરેલી કાર ઝડપાઈ, 2.65 લાખનો માલ કબજે

પોલીસે વોચ ગોઠવી કાર ચાલકની કરી ધરપકડ, સાગરીતનું નામ ખુલ્યું પૂર્વ કચ્છના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ દરમિયાન પોલીસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી .2.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હસુમુખભાઈ હિરાભાઈ સેધવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ તા.12 સપ્ટેમ્બરના રાત્રિના સમયે નાઈટ રાઉન્ડ દરમિયાન બાતમી મળી…

Read Full News

વવારમાં વાડી નજીક ઝાડીમાંથી શરાબ ઝડપાયો

મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થા સાથે આરોપી વવારના માણેક સુમાર બારોટને ઝડપી પાડયો હતો. વડાલા ગામની સીમમાં આવેલી વાડી નજીક બાવળની ઝાડીમાંથી દારૂનો 3,60,480નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ સ્થાનિક ગુનાશોધક શાખાએ પેટ્રોલિંગ દરમિયાન સહાયક ફોજદાર…

Read Full News