ધ્રબુડી પૂજા કરવા ગયેલા વૃદ્ધનું દરિયામા તણાતાં મોત

ગાંધીધામના ૬૫ વર્ષીય હતભાગીની લાશ મોઢવા કાંઠે મળી માંડવી તાલુકાના ધ્રબુડી તીર્થના દરિયા કિનારે પૂજા કરવા ગયેલા ગાંધીધામના ૬૫ વર્ષીય વૃદ્ધ દરિયામાં તણાઇ જતાં તેમનું મોત થયું હતું. દરિયામાં તણાયેલા આ વૃદ્ધની લાશ મોઢવા ગામના દરિયા કાંઠા પરથી મળી હતી. માંડવી મરિન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૧૧ સપ્ટેમ્બરના સવારે ૧૧:૩૦થી સાંજે ૬:૩૦ વાગ્યાના…

Read Full News

કોઠારામાં બંધ મકાનોના તાળા તોડી ૬.૯૦ લાખની ચોરી

અબડાસા તાલુકાના કોઠારા ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક મોટી ચોરીને જાણે અંજામ આપ્યો છે. કોઠારામાં આવેલા ‘સિલ્વર પાર્ક સોસાયટી’ના બે બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને મોટી રોકડ 6.90 લાખની માલમતા ઉઠાવી જવાઈ હતી. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આ ચોરીની ઘટના તારીખ ૧૦/૦૬/૨૦૨૬ ના રાત્રિના ૨૩:૦૦ વાગ્યાથી તારીખ ૧૧/૦6/૨૦૨૬…

Read Full News

મંજલની સીમમાં લૂંટ સાથે ”વધ”

બે અજાણ્યા તસ્કરનું કૃત્ય, તપાસ શરૂ નખત્રાણા તાલુકાના મંજલ ગામના સીમાડામાં વાડીમાં સાપરાધ માનવ વધ સાથે લૂંટનો ગુનો દાખલ થયો હતો. કેબલ ચોરી કરવા આવેલા મનાતા બે અજાણ્યા ઇસમો સામે મૂળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગુગડીયા ગામના ખેતમજૂર કિરણ દિનેશ નાયક (35)ના મૃત્યુના કિસ્સામાં આ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે કહ્યું હતું. ખેડૂત પરેશ…

Read Full News

મુન્દ્રા હેરોઇનના ગુનામાં આરોપીના જામીન મંજૂર

ચર્ચાસ્પદ કેસમાં ભુજ ખાસ કોર્ટનો આદેશ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં પકડાયેલા આરોપી મલકિતસિંગ ગુરબીતસિંગના નિયમિત જામીન ભુજની ખાસ (એન.ડી.પી.એસ.) કોર્ટ દ્વારા મંજૂર કરાયા હતા. આ કેસની પૂર્વ વિગત મુજબ, આરોપી મલકિતસિંગ ગુરબીતસિંગ (ઉં.વ. ૩૮, મુન્દ્રા મૂળ પંજાબ) સામે મુન્દ્રા પોલીસ સ્ટેશનમા એન.ડી.પી.એસ. એક્ટ કલમ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીએ…

Read Full News

ભુજમાં પાર્સલમાં મળ્યા દારૂના 420 ક્વાર્ટર

હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવાયેલો જથ્થો પકડાયો ભુજ શહેરમાં ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે રિયાઝ મહમદિશાક સુમરાને ઝડપાયો હતો. ક્રાઈમ-ર બોર્ડર રેન્જ ભુજની ટીમે બાતમીના આધારે ભાનુશાલીનગર નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે આ રેડ કરી 52,500ની કિંમતના દારૂના 420 ક્વાર્ટર તથા મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબજે લીધો હતો. આ અંગે એ.એસ.આઈ. કનકસિંહ નવલસિંહ…

Read Full News

ખનીજ ચોરી પકડવા ગયેલી ટીમ પર પથ્થરમારો

મુરચબાણ સીમમાં પ્રાંત અધિકારીની ટીમની ફરજમાં રૂકાવટનો ગુનો લખપત તાલુકામાં મુરચબાણ ગામના સીમ વિસ્તારમાં ખનીજ ચોરીની બાતમીના આધારે કાર્યવાહી કરવા ગયેલી પ્રાંત અધિકારી સહિતની ટીમ પર ત્રણ ઇસમએ છૂટા પથ્થરો વડે હુમલો કર્યાની ફરિયાદ દયાપર પોલીસ મથકે નોંધાઇ છે. મામલતદાર તરીકે ફરજ બજાવતા નવીનચંદ્ર મુલજી મારૂએ આ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું છે કે…

Read Full News

ભુજના ધરાશાસ્ત્રીને હાઇકોર્ટમાં આગોતરા

એન.આર.આઈ. મહિલાના મકાનના કેસમાં મળી રાહત ભુજમાં રહેતા બિનનિવાસી ભારતીય મહિલાનું મકાન તેમની જાણ બહાર બારોબાર વેંચી નાખવાના ચકચારી કેસમાં રાજ્યની વડી અદાલત દ્વારા મૂળ બીદડાના વતની અને ભુજ ખાતે પ્રેક્ટિસ કરતા ધારાશાસ્ત્રી પુપુલ શિવજીભાઈ સંઘારને આગોતરા જામીન આપતો આદેશ કર્યો હતો. આ પ્રકરણમાં એડવોકેટ પુપુલ સંઘાર અને તેમના પિતા સહિતના પરિવારજનો અને અન્યો સામે…

Read Full News

ભુજમાં કાકા-ભત્રીજા પર છરીથી હુમલો

હરસિધિનગરની ઘટના, પાડોશી યુવકનો હુમલો ભુજના હરસિધિનગર નવી રાવલવાડીમાં ભત્રીજાને ગાળો આપવન મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર પાડોશી યુવકે છરી વડે હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. હુમલામાં હિંમતસિંહ રાઠોડને છાતી, પીઠ, ડાબી કમર તથા પાંસળીના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા ભાવુભા વિશનજી રાઠોડના જમણા હાથની હથેળીમાં…

Read Full News

ન ઓ.ટી.પી. મળ્યો, ન લિંક ખોલી છતાં રૂપિયા છુ

ખાવડાના વેલ્ડિંગ કામદાર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા ભુજ તાલુકાના સારહદી મથક ખાવડા ખાત રહેતા અને વેલ્ડિંગનું કામ કરતા દિનેશકુમાર પ્રવિણચંદ્ર આદીવાર સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ છે. છે. તેમના બેન્ક ખાતામાંથી તેમની જાણ બહાર 50,000 તબદીલ થઈ જતા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. દિનેશકુમાર આદીવારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.05/09/ના રાત્રે આશરે 11 વાગ્યે…

Read Full News

બાંડીયામાં તિજોરી તોડી 60 હજારના દાગીના ચોરાયા

ગુપ્ત ખાનામાંથી સોનાના એરિંગ-વીંટી અને ચાંદીના દાગીના સહિતની ચોરી અબડાસાના બાંડીયા ગામે ઘરમાલિક પરિવાર રાત્રિ રોકાણ માટે સાસરીયામાં ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તિજોરી તોડી ગુપ્ત ખાનામાંથી સોના-ચાંદીના દાગીના સહિત 60 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. બાંડીયા ગામે રહેતા ઈમતીયાજ કરીમ હાલેપૌત્રા વ્યવસાયે ખેતમજૂર છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

Read Full News