વોરંટીવળી કારમાં ખામી, અપીલ ફગાવાઈ

રાજ્ય કમિશનનો નિર્ણય, ગ્રાહકને વિવિધ રાહત યથાવત ભુજના ગ્રાહકની નવી કારમાં એન્જિનમાં ખામી સર્જાતા કરાવેલા રિપેરિંગ ખર્ચની રકમ વ્યાજ સહિત પરત ચૂકવવા તથા માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે વળતર આપવાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમ સામે કરવામાં આવેલી અપીલને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડિશમિસ કરી ગ્રાહક માટેની રાહત યથાવત્ રાખી હતી. ગ્રાહક…

Read Full News

વરસામેડીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

અંજાર પોલીસ અને LCBએ આરોપીને ઝડપી પાડ્યો અંજાર તાલુકામાં વરસામેડી ગામના તળાવ કિનારે કોથળામાંથી મળી આવેલી ૪૩ વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની લાશના હત્યાના મામલનો અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી આરોપી દિનેશ રાયધણભાઈ ઠાકોર (ઉ.વ.૩૫, રહે. વરસામેડી, મૂળ પ્લાસવા, તા. રાપર)ને ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી…

Read Full News

નિરોણા નજીક ગેરકાયદેસર ખનનમાં ટ્રક – લોડર ઝડપાયા

પ્રાંત અધિકારી દ્વારા કરાઈ સરપ્રાઈઝ કામગીરી એસ.ડી.એમ., નખત્રાણા દ્વારા નિરોણા નજીક સરપ્રાઈઝ રેઈડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર ગેરકાયદેસર ખનન કરતા ટ્રક તથા લોડર ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન આશરે 3,000 ઘનમીટરનો ઊંડો ખનન કરાયેલ ખાડો મળી આવ્યો હતો. તેમજ ટ્રકમાં પરિવહન માટે તૈયાર રાખવામાં આવેલી આશરે 33 મેટ્રિક ટન રેતી મળી…

Read Full News

લાપતા આધેડની ટુકડા કરાયેલી લાશ તળાવમાં મળી

અંજાર તાલુકાના વરસામેડી ગામેથી હત્યાની ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. છ દિવસથી ગુમ થયેલા ૪૩ વર્ષીય લખુભાઈ રૂડા હૂંબલનો બે ટુકડા કરાયેલો મૃતદેહ તળાવના કિનારેથી મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ઘટના અંગે અંજાર પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી…

Read Full News

ચા ના અંચળા તળે નશો વેચનારો સકંજામાં

ફાર્માસિસ્ટ તરીકેના પ્રમાણપત્રની આડમાં ગાંધીધામ-આદિપુરના યુવાધનને નશીલી દવાઓના રવાડે ચઢાવવાના કારોબારનો પર્દાફાશ થયો છે. હેમાંગ ઉર્ફે રામ પ્રવિણકુમાર ગોકલાણી (ઉં.વ.૨૬, રહે. શિણાય)ને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના.સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપએ તોલાણી કોલેજ પાછળ મિડ ટાઉન હોટેલ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી હેમાંગે ગાંધીધામ નગરપાલિકા પાસે અગ્રસેન ભવન સામે મૈત્રી અમૃતતુલ્ય ચાયની ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી. ચા-કોફીના વ્યવસાયની…

Read Full News

અંજારમાં વાયરના કવરો ઉતારી કોથળા ભરતા ત્રણ ઝડપાયા

અંજારના મફતનગર વિસ્તારમાં મકાનમાં બેસીને વીજ કેબલ વાયરના કવરો ઉતારી ભંગાર સગેવગે કરવાની તૈયારી કરી રહેલા ત્રણ શખ્સને અંજાર પોલીસે રૂ.૩૯,૦૬૦ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડતાં ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા ત્રણેયે જણે ભચાઉ, સામખિયાળી અને મુન્દ્રા વિસ્તારની વિવિધ કંપનીઓ તેમજ પાવર હાઉસમાંથી લાખો રૂપિયાનો કેબલ અને લોખંડનો ભંગાર ચોર્યાની કબૂલાત…

Read Full News

મુંદ્રાની રિફાઇનરીમાં ‘ચાંદીચોર પકડાયો

મુંદ્રા વિસ્તારમાં કે.સી.એલ. કંપનીની પ્રિશિયસ મેટલ રિફાઇનરીમાં ચાંદીના સેમ્પલની ચોરી કરી બુટમાં છુપાવી બહાર નીકળવાનો પ્રયાસ કરતો કર્મચારી સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ઝડપાઈ જતાં ચકચાર મચી છે. સિક્યુરિટી સ્ટાફે મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં બે ચાંદીના વજનદાર સેમ્પલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત .૪ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે ગુલશનકુમાર બાબુલાલ મહાવર દ્વારા ફરિયાદ…

Read Full News

જુગારના દરોડામાં 41 પકડાયા, છ પલાયન

અલગ-અલગ સ્થળે કાર્યવાહીમાં ૧.૪૦ લાખની માલમતા કબજે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં વિવિધ પોલીસ મથક દ્વારા દરોડા પાડીને ૪૧ આરોપીને જુગાર રમવાના આરોપસર પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય છ આરોપી નાશી ગયા હતા. કાર્યવાહીમાં 1.40 લાખથી વધુની માલમતા કબજે લેવાઈ હતી. માધાપર પોલીસ મથક દ્વારા બાતમીના આધારે ડોળકિયા વાડી વિસ્તારમા વાડીમાં રમાતા જુગાર પર દરોડો પડાયો…

Read Full News

નખત્રાણા વિજતંત્રના સ્ટોરનો 7.57 લાખનો માલ ચોરાયો

ત્રણ શખ્સએ બે વખત ચોરી કરી હોવાની હરકત કેમેરામાં કેદ નખત્રાણા ખાતે કાર્યરત વિભાગીય પી.જી.વી.સી.એલ. કચેરીની પાછળ આવેલા તંત્રના સ્ટોરમાંથી અજાણ્યા શખ્સએ બે તબક્કામાં રૂ.7,57,427ની કિંમતનો ડીશ હાર્ડવેર તથા જૂનો એલ્યુમિનિયમ વીજતાર ચોરી કર્યાનો મામલો બહાર આવ્યો છે. આ સમગ્ર ચોરીની ઘટના સ્ટોરમાં લાગેલા કેમેરામાં કેદ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. કેસના ફરિયાદી મનોજકુમાર…

Read Full News

જુગારની તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો

ગાળો આપી ઝપાઝપી, યુનિફોર્મનાં બટન-કોલર-બેઝ ફાડી નાખ્યા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકની ટીમ પર ફરજ દરમિયાન હુમલો કરી મારામારી થયાની ફરિયાદ નોંધાઈ છે. કેસના ફરિયાદી હેડ.કોન્સ. કિરણભાઈ નીલાભાઈ ચૌધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. 02/09/ના રાત્રે કંટ્રોલ રૂમની વર્ધી આધારે મહાદેવનગર-1, રામદેવપીરના મંદિર પાસે અમુક ઇસમો શેરીમાં જુગાર રમતા હોવાની જાણ મળી હતી. પોલીસ…

Read Full News