મંદિર ના તાળાં તોડી એમ્પલિફાયર ચોરાયું

સીસીટીવીમાં વહેલી સવારે શંકાસ્પદ ઇસમની હિલચાલ કેદ

ભુજની સીમમાં નાગોર રોડ ઉપર બીજ સામે આવેલા જંગલેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ તાળા તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કરી એમ્પલિફાયરની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચોરીની ઘટનાની જાણ થતાં મંદિર સમિતિના સભ્યોએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં મંદિર તથા બાજુના રૂમના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ભુજના ઘનશ્યામનગરમાં રહેતા નરેન્દ્રભાઈ વિશનજીભાઈ ભાટીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 13 સપ્ટેમ્બરના સવારે મંદિરના પૂજારી ચતુરગર બાવાજીનો ફોન આવ્યો છે અને મંદિરના ગર્ભગૃહ તથા બાજુના રૂમના તાળા તૂટેલા છે. મંદિરની અંદર તપાસ કરતાં રૂ.35 હજારનું એમ્પલિફાયર ગાયબ હોવાનું જણાયું હતું, જ્યારે બાજુના રૂમમાં સામાન વેરવિખેર હાલતમાં હતો. મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતાં વહેલી સવારે આશરે એક અજાણ્યો ઇસમ માથા ઉપર રૂમાલ બાંધીને મંદિરની આસપાસ દેખાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.