વવારમાં વાડી નજીક ઝાડીમાંથી શરાબ ઝડપાયો

મુંદરા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થા સાથે આરોપી વવારના માણેક સુમાર બારોટને ઝડપી પાડયો હતો. વડાલા ગામની સીમમાં આવેલી વાડી નજીક બાવળની ઝાડીમાંથી દારૂનો 3,60,480નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ સ્થાનિક ગુનાશોધક શાખાએ પેટ્રોલિંગ દરમિયાન સહાયક ફોજદાર પ્રધ્યુમનસિંહ ગોહિલને મળેલી બાતમી આધારે વવાર ગામના માણેક સુમાર બારોટ સામે આ કાયદાકીય કાર્યવાહી કરી હતી. વડાલા ગામની સીમમાં આવેલી વાડીની બાજુમાં બાવળની ઝાડીમાં ભારતીય બનાવટના શરાબના જથ્થા સાથે આરોપીને પકડાયો હતો.દારૂની અલગ અલગ બ્રાન્ડની 178 બોટલો તથા બિયરના 24 ટીન પોલીસને મળી આવ્યા હતા.