મુંદરા પોલીસે મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીની મોટી અને ગંભીર ઘટનાનો સ્થાનિક પોલીસે ભેદ ખોળી કાઢ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડીને કુલ રૂ. ૫૨,૯૦,૫૩૦/- ની કિંમતની માલમતા કબ્જે કરવામાં સફળતા મેળવી છે. રિકવર કરવામાં આવેલી માલમતામાં રોકડ રકમ ૨૩,૦૦,૫૦૦,
સોના-ચાંદીના દાગીના ૨૯,૪૦,૩૮૦ મળી ૫૨,૯૦,૫૩૦નો સમાવેશ થાય છે. આ કિસ્સામાંપકડાયેલ આરોપીઓમા સમીર શોકતઅલી ખોજા, હસનપીર બજાર, કેરાઇ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરા અન યાસ્મીન શોકતઅલી ખોજા હસનપીર બજાર, કેરાઇ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરાનો સમાવેશ થાય છે.
આ ગુણશોધન કામગીરી મુંદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ, સબ ઇન્સ્પેક્ટર ડી.જે. ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી. આ તસ્કરી નિવૃત અંધ શિક્ષકના ઘરમાંથી થઈ હતી. ચોરીમાં ઘરના સભ્યો જ આરોપી નીકળ્યા છે. બન્ને આરોપી માતાપુત્ર છે. તો ચોરીનો વાસ્તવિક આંક પણ ગુણશોધનમાં ફરિયાદમાં બતાવાયા કરતા ગણો મોટો નીકળ્યો છે.