કચ્છમાં 23 આઉટ પોસ્ટનો હવાલો હવે ફોજદારને

પશ્ચિમ – પૂર્વની ૧૫ આઉટપોસ્ટ માટે બિનહથિયારીની નવી જગ્યા મંજૂર

રાજ્ય સરકારની ગ્રામ્ય સુરક્ષા કવચ યોજના અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોની પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી સેવા વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યમાં ૨૦૦ આઉટપોસ્ટ માટે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની કુલ ૨૦૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. આ માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ.૧૦.૯૧ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગૃહ વિભાગની વહીવટી મંજૂરી બાદ પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં પણ નવી જગ્યાઓની ફાળવણી કરાઈ છે. પશ્ચિમ કચ્છમાં ૧૫ અને પૂર્વ કચ્છમાં ૮ સહિત કચ્છની કુલ ૨૩ આઉટપોસ્ટની યાદી માટે ફાળવણી મુજબ સંબંધિત પોલીસ કચેરીઓને આગળની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
પશ્ચિમ કચ્છ ( ભુજ ) હેઠળ દયાપર પોલીસ સ્ટેશનની માતાનામઢ આઉટ પોસ્ટ., માનકુવાની સામત્રા., ગઢશીશાની બાયઠ , ખાવડાની કુરન, માંડવીની લાયજા., નખત્રાણાની મંગવાણા ., પધ્ધરની લોડાઈ ., નલીયની મોથાળા ., પ્રાગપરની પત્રી, કોડાયની બિદડા., પધ્ધરની કોટડા , નારાયણ સરોવરની પાનધ્રો, નખત્રાણાની ઘડાણી , ધોરડો પો.સ્ટે.ની ભિરંડીયા અને નખત્રાણા પો.સ્ટે.ની મંજલ ઓ.પી.નો સમાવેશ થાય છે. જ્યારે પૂર્વ કચ્છ, (ગાંધીધામ) પોલીસ જિલ્લા હેઠળ અંજાર પો.સ્ટે.ની રતનાલ અને ભુવડ ઓ.પી., ભચાઉ પો.સ્ટે.ની આમરડી અને ચોબારી ઓ.પી., રાપર પો.સ્ટે.ની ફતેગઢ અને રવ ઓ.પી., કંડલા મરીન પો.સ્ટે.ની તુણા ઓ.પી. તથા સામખિયારી પો.સ્ટે.ની શિકારપુર ઓ.પી.ને નવી પી.એસ.આઈ.ની જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી ગામડાં સુધી પોલીસની કામગીરી વધુ અસરકક બનશે. તો પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની કામગીરીને વધુ બળ મળે તેવી આશા રખાઈ રહી છે.