“અબડાસાના ધારાસભ્ય ઉપર એક પણ ફરિયાદ નહીં એ જ મોટી ઉપલબ્ધિ”

નલિયા ખાતે અબડાસા ધારાસભ્યના સ્નેહમિન સમારોહમાં ત્રણ તાલુકાના આગેવાનો રહ્યા હાજર , રૂ.6000 કરોડના વિકાસ કામોનો ડેટા પૂર્વ મંત્રી સમક્ષ રજૂ કરાયો

અબડાસાના નલિયા ખાતે યોજાયેલા વિધાનસભા મત વિસ્તારના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપના અગ્રણી અને માજી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યના સૌથી મોટા વિધાનસભા વિસ્તારના કોઈ ગામની ધારાસભ્ય સામે ફરિયાદ નથી એ જ તેમની મોટી ઉપલબ્ધી છે . પૂર્વ કેબિનેટ મંત્રી કહ્યું કે 350 ગામના લોક પ્રતિનિધિ એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સામે કોઈ જ ફરિયાદ નથી તે તેમની લોકપ્રિયતા નો પુરાવો છે.

નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા સમયે અબડાસાનો ડેરી ઉદ્યોગ , ખેતી તથા પાણીના પ્રશ્નો ઉકેલવાની શરતો રાખી હતી અને આવતા વર્ષથી અબડાસાને ખેતી માટે નર્મદાનાના નિર મળતા થશે તેવો સહકાર રાજ્ય સરકાર દ્વારા મળ્યો છે. ત્રણે તાલુકામાં સરકારી કોલેજ નગરપાલિકા એપીએમસી ધાર્મિક સ્થળોનો વિકાસ સાથે 6000 કરોડના કામો અબડાસાને મળ્યા છે તે બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર માન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના નેતાઓએ લાઈવ સ્નેહમિલનમાં ઓનલાઇન સંબોધન કર્યું હતું

નખત્રાણા નગરપાલિકાના વસંત વાઘેલા, સૈયદ કાદરશાબાવા , નરેશ મહેશ્વરી, મુળરાજભાઈ ગઢવી સહિતના આગેવાનોએ પ્રસંગિક પ્રવચનો કર્યા હતા

વડનગર થી વારાણસી સુધી યોજાયેલી યાત્રામાં સામેલ થયેલા કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરયુ હતું

અષ્ટ નેત્રધામ સુડધ્રોના મહંત જટાશંકર જોશી, જેસાભાઈ ભોપા, લઠેડી મળદ દાદા ના સેવક દિનેશ દાદા સહિતના ધર્મગુરુઓએ ઉપસ્થિત રહી આશિવચન આપ્યા હતા

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવ્યા બાદ સ્વાગત અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું .

માંજી કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, નખત્રાણા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી અને લખપત ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજઞોર ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીર સિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા , નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ગોસ્વામી, લખપત તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન બડીયા , નખત્રાણા નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા , જિલ્લા પંચાયત સભ્ય કમાભાઈ રબારી, સુરજ બસોઢા , આયેશાબેન મોડ , વિક્રમસિંહ સોઢા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ ભાનુશાળી , શાસક પક્ષના નેતા કમશ્રીબેન ગઢવી, રીટાબેન ગોસાઈ, હિરબાઈ દાઢુભાઈ પઢિયાર , સકીનાબેન સુમરા, નખત્રાણા નગરપાલિકા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ , સવિતાબેન સોલંકી સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

અબડાસા તાલુકાના અગ્રણીઓ ઇન્દ્રજીતસિંહ જાડેજા , ઉમરશીભાઈ ભાનુશાલી , ગોવિંદભાઈ ભાનુશાલી , શૈલેન્દ્રસિંહ જાડેજા , હકુમતસિંહ હઠુભા જાડેજા, પિયુષભાઈ ભાનુશાલી , અનિલભાઈ ભાનુશાળી, પરેશ સિંહ જાડેજા , વાડીલાલ પટેલ, યાકુભાઈ હીગોરા, પરસોત્તમભાઈ ગોરડીયા, છત્રસિંહ જાડેજા , વિક્રમસિંહ ભાટી , રાજુભા જાડેજા, ખુશાલીબેન જેન્તીભાઇ ભાનુશાલી, શંભુભાઈ ભાનુશાલી , પીરદાનસિંહ સોઢા, ભરતસિંહ જાડેજા, હંસરાજસિંહ જાડેજા સહિતના ત્રણે તાલુકાના અગ્રણીઓને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

સંચાલન કચ્છ જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુશાલીએ અને નખત્રાણા તાલુકા ભાજપ મંત્રી હરિસિંહ રાઠોડએ અને આભાર વિધિ ધર્મેશભાઈ કેસરાણીએ કરી હતી . અર્જુનસિંહ જાડેજા અને સાથી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી