વિકાસમાં ભાજપ સરકારે ખરા અર્થમાં વાગડને સૌથી આગળ કર્યું

રાપર વિધાનસભા મત વિસ્તારનું સ્નેહમિલન યોજાયું, અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા

સમગ્ર ગુજરાતની સાથોસાથ રવિવારે રાપર વિધાનસભા બેઠક મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહ મિલન અને લોક ડાયરો યોજાયા હતા. જેમાં રાપર વિધાનસભા મત વિસ્તારના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાતના હરણફાળ વિકાસમા ભાજપ સરકારના મહત્વના ફાળાની વાત કરી હતી.

સ્નેહ મિલન સમારોહ માં માજી રાજય મંત્રી વાસણભાઈ આહિર , ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપ સિંહ જાડેજા , રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, હઠુભા સોઢા , વણવીરભાઈ સોલંકી, સુરેશભાઈ મકવાણા, યુવરાજભાઈ પરમાર , જેરામ લાલા સોનારા, જયદીપસિંહ જાડેજા વિગેરે સહિતના ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા કુલદીપ સિંહ જાડેજા દ્વારા સંતો મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું ભાજપ સરકાર દ્વારા વાગડ વિસ્તારના રાપર અને ભચાઉ તાલુકામાં નર્મદા યોજના પીજીવીસીએલ, રોડ રસ્તા, આંગણવાડી કેન્દ્ર , પંચાયત ઘર , કમાન્ડ એરીયામા આવતા ગામો ને નર્મદા ના નીર આપવા માટે ની યોજના કાયદો-વ્યવસ્થા ની પરિસ્થિતિ એસટી બસના નવા વાહનો રાપર તાલુકા મા નેશનલ હાઇવેના રસ્તા , સહિતના વિવિધ વિકાસ ના કામો અંગે માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર વાગડ વિસ્તારમાંમાથી લોકોની સ્નેહમિલનમાં ઉપસ્થિતિ રહી હતી. આગામી 2027મા ભાજપ ની જીત માટે કામે લાગી જવા હાકલ કરાઇ હતી. છેલ્લા ચાર વર્ષમાં રાપર ભચાઉ તાલુકાના વિકાસ નો ચિતાર આપવામાં આવ્યો હતો સમગ્ર આયોજન મા રાપર તાલુકા ભાજપ શહેર ભાજપ યુવા મોરચા મહિલા મોરચા તથા ધારાસભ્ય ના કાર્યાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું