કથા સહિતના વિવિધ સામાજિક, ધાર્મિક કાર્યક્રમમાં જ્ઞાતિજનો જોડાયા
માંડવી શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સ્નેહમિલન યોજાયું હતું. આ નિમિતે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા.
શનિવારે માંડવી શહેરમાં રાજપૂત સમાજવાડી ખાતે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા સુમીતભાઈ પ્રભુલાલ ત્રિવેદીના આચાર્ય પદે યોજાઈ હતી. રાત્રે કૈલાશભાઈ ઓઝા દ્વારા સંગીતમય કરાઓકે કાર્યક્રમ યોજાયો હતો. બીજા દિવસે રવિવારે સવારે મહાલક્ષ્મી માતાજી મંદિરે જ્ઞાતિજનોએ સાથે આરતી કર્યા બાદ જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને માંડવી શહેર તથા બહારગામ વસતા જ્ઞાતિજનો અને વડીલોની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલન યોજાયું હતું.
દીપ પ્રાગટ્ય બાદ કિશનભાઈ કે. ઓઝાએ સ્વાગત કર્યા બાદ યજમાનોના સન્માન કરાયા હતા. જ્ઞાતિમાં થતા કાર્યો તથા ૨ દિવસીય કાર્યક્રમની વિગત જ્ઞાતિના મંત્રી કેતનભાઈ ઓઝાએ આપી હતી. સુરેશભાઈ દવે, અજીતભાઈ ત્રિવેદી, મયુર ત્રિવેદી, કૈલાશભાઈ ઓઝાએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
જ્ઞાતિના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદીએ અધ્યક્ષીય ઉદભોધનમાં જ્ઞાતિના સૌ વડીલોને યાદ કરી સમાજની વિકાસલક્ષી ચર્ચા કરી તથા શ્રીમાળી બ્રાહ્મણનું શ્રીમાળ નગર ભીનમાલ વિષે માહિતી આપી હતી.
બે દિવસના કાર્યક્રમની વ્યવસ્થા મંત્રી કેતનભાઈ ઓઝા,કિશનભાઈ કે. ઓઝા, તુષારભાઈ વ્યાસ, મયુર ત્રિવેદી, મનીષ ત્રિવેદી, પ્રિયંક ઓઝા, પ્રતિક ઓઝા, કલ્પેશ ત્રિવેદી, વિનોદભાઈ ત્રિવેદી સાથે જ્ઞાતિજનોએ સંભાળી હતી. આભારવિધિ તુષારભાઈ વ્યાસે અને સંચાલન સત્યમ ઓઝાએ કર્યું હતું.

