ગાદી સંસ્થાન મંદિર, દિલ્હીનો ૪૮ મો પાટોત્સવ ઉજવાયો

વૈશ્વિક શાંતિ માટે મહાપૂજા સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા

સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ મંદિર, દિલ્હીનો ૪૮ મો પાટોત્સવ ભાવભેર યોજાયો હતો.
આ નિમિતે આરતી, પૂજન, અન્નકૂટ, ભકિત સંગીત, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, અબજી બાપાશ્રીની વાતોની પારાયણ તથા મુકતજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ તથા વૈશ્વિક શાંતિ માટે મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, અવગુણ માને કરીને આવે છે. સત્સંગથી મનુષ્યમાં વિવેક આવે છે, વિવેક મનુષ્યની શોભા છે અને તે શાંતિપ્રિય હોય છે. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના અનુભવની વાણી વચનામૃતમાં જણાવ્યું છે કે, મનુષ્યે આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવવું. મનુષ્યમાં સત્સંગ, શાંતિ અને વિવેક હોવો અનિવાર્ય છે. આ પ્રસંગે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી, મહંત ધર્મનંદનદાસજી સ્વામી, મહંત દિવ્યવિભૂષણદાસજી સ્વામી, મહંત સચ્ચિદાનંદદાસજી સ્વામી, શરણાગતવત્સલદાસજી સ્વામી તથા સંતવૃંદની ઉપસ્થિતિ રહી હતી. દેશ વિદેશના હરિભક્તોનો સમુહ પણ જોડાયો હતો.