શ્રમજીવી પરિવારનાં ભૂલકાંઓ સાથે, વિજયાદશમીની ઉજવણી

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે, દાતા ભાવિનભાઈ ખંડોર ચાર્મી ક્રિએશન અને તુષાર દોશી માહિ- ક્રિએશનના સહયોગથી, ભુજના જી.આઈ.ડી.સી. હંગામી આવાસોમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારોનાં ભૂલકાંઓ સાથે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓને બ્રાન્ડેડ વસ્ત્રો અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં, પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોટા, કેશવી ઠક્કર, ધારા ગાંધી, ભવ્યા ઠક્કર, સોનમ મહેતા વિગેરેએ જેહમત ઉઠાવી હતી.