ભારતીય પરંપરાગત સંગીતના ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરતાં બોલિવૂડના જાણીતા ઢોલવાદક અને ‘ઢોલ કિંગ’ તરીકે લોકપ્રિય હનીફ– અસલમને નવરાત્રિ 2026 દરમિયાન પરંપરાગત ભારતીય ઢોલ વાદનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ Winners Book of World Records તરફથી વિશ્વ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. આ વિશ્વ રેકોર્ડ પ્રમાણપત્ર Winners Book of World Recordsના અધ્યક્ષ તથા 184 વિશ્વ રેકોર્ડ હાંસલ કરનાર પ્રથમ ભારતીય તરીકે જાણીતા ડૉ. દીપક હરકેના હસ્તે હનીફ અસલમને એનાયત કરવામાં આવ્યું હતું.
‘ઢોલ કિંગ’ હનીફ અસલમને વિશ્વ રેકોર્ડ સન્માન

