ભચાઉમા શસ્ત્ર પૂજન સાથે રોપાયો કન્યા શિક્ષણ માટેનો મજબૂત સ્તંભ

દશેરાએ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજપૂત કન્યા છાત્રાલય ભૂમિ પૂજન સાથે શસ્ત્ર પુજન કરાયું

પૂર્વ કચ્છમાં વાગડ વિસ્તારમાં ભચાઉ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા પૂવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સચાલિત રાજપૂત કન્યા છાત્રાલયનુ ભુમી પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ કચ્છમાં રાજપૂત ક્ષત્રિય સભાનુ કન્યા છાત્રાલય ન હોવાથી ભચાઉ , રાપર, અંજાર અને ગાંધીધામ એમ ચાર તાલુકના રાજપૂત ક્ષત્રિય સભાના આગેવાનોએ પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા કન્યા છાત્રાલય બનાવવા માટે ટહેલ નાખી હતી. પ્રથમ નવી મોટી ચીર‌ઇ (ભચાઉ) ખાતે કન્યા છાત્રાલય બનાવાયું હતું.
નવી મોટીચીર‌ઇનું કન્યા છાત્રાલય સમાજના કોઈ વ્યક્તિ ખરીદે અને ભચાઉ ખાતે કન્યા છાત્રાલય બનાવી આપે એવી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ બી. જાડેજાએ અગત્યની બેઠક યોજી દરખાત મૂકી હતી. ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજાએ આ અન્વયે સહમતી આપી કે ભચાઉ ખાતે તેમની 3 એંકર જમીન પર કન્યા છાત્રાલય તેઓ બનાવી આપશે. સામે નવી મોટી ચીર‌ઇ ખાતે આવેલી કન્યા છાત્રાલયની ઇમારત તેઓ રાખશે. આ દરખાસ્ત સમાજે સ્વીકાર્યા બાદ દશેરાના પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા રાજપૂત કન્યા છાત્રાલયનુ ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. અંદાજીત દશ કરોડના ખર્ચે આ કન્યા છાત્રાલય બનાવવા આવશે તેવી વિગતો અપાઈ હતી.
કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહજી જાડેજાએ છેલ્લા દશ વર્ષથી પ્રમુખનો કાયભાર સંભાળ્યો છે ત્યારથી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના અનેક કામો કરવામાં આવ્યા છે. જેમ ભુજ ખાતે રાજપૂત કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, રાજપૂત ક્ષત્રિય સમાજ માટે વિવિધ લક્ષી ભવન અને ભચાઉ ખાતે કન્યા છાત્રાલય જેવી અનેક સમાજ ઉપયોગી શૈક્ષણિક કામગીરી કરાઈ છે. ભૂમિ પૂજનમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના અઘ્યક્ષ સ્થાને શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના રાજવી પરિવારના હનુવતસિહજી, અબડાસાના ધારાસભ્ય પ્રદયુમનસિહ જાડેજા ઉપરાંત પૂવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સુરૂભા એન જાડેજા, પ્રદિપસિંહ વાઘેલા, ચેતનાબા જાડેજા ( પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહીલા સભા ), વિરભદ્વસિહ જાડેજા ( પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત ), મુખ્ય દાતા વાઘુભા કાનજીભા જાડેજા, રામદેવસિહ જાડેજા, મેઘુભા એન ઝાલા , ચદુભા જાડેજા, હમીરજી સોઢા, જીલુભા રેવુભા જાડેજા, નારાણજીભાઈ જાડેજા, પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ સુરૂભા એ જાડેજા, પી. એમ. જાડેજા, જિલ્લાના નવ તાલુકના રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અને ચુંટાયેલા સભ્યો, રાજકીય આગેવાનો, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ , નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો, કચ્છ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા અને સાંતલપુર તાલુકાના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું .આભાર વ્યક્ત પણ તેમણે જ કર્યો હતો.