શિક્ષણ વિભાગે અખત્યાર કર્યું આકરું પગલું
કચ્છમાં શિક્ષકોની ધટ વચ્ચે સતત વિદેશ પ્રવાસ તથા અન્ય કારણોસર ગેરહાજર રહેતા અલગ-અલગ તાલુકાના નવ શિક્ષક સામે પ્રાથમીક શિક્ષણાધિકારીની કચેરીએ નોકરીમાંથી પાણીચું આપવાની કડક કાર્યવાહી કરી છે. આગામી સમયમાં પણ ગુટલીબાજ શિક્ષકો સામે કડક કાર્યવાહી જારી રખવાનો નિર્દેશ આ કચેરી દ્વારા અપાયો છે.
એક તરફ કચ્છમાં વર્ષો સુધી સ્થાયી રહી ધણા શિક્ષકોએ ગામડામાં શિક્ષણમાં ક્રાન્તિ સર્જી છે. પરંતુ બીજી તરફ કચ્છમાં શિક્ષકોની ધટ,અનિયમીત હાજરી મોટો પ્રશ્ન રહ્યો છે. તે વચ્ચે ઘણા લાંબા સમયથી ફરજ પર અનિયમિત રહી ગેરહાજર રહેતા હોવાની શિક્ષકોની ફરિયાદ મળતા તંત્ર દ્વારા તેની વિગતો તાલુકા કક્ષાએથી મેળવવામાં આવી હતી. તે પૈકી કેટલાક શિક્ષકો અરસ પરસ બદલી કરાવી કચ્છ જિલ્લામાં સત્તત રજામાં રહી ફરજ બજાવતા ન હતા.વળી એકાદ શિક્ષક સતત ગેરહાજર રહી વિદેશ જતા રહયા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. તથા બાકી અન્ય કારણોસર તેઓની ફરજમાં સતત અનિયમિત હાજરી જોવા મળતા જરૂરી વહીવટી પ્રકિયા આટોપ્યા બાદ પ્રાથમીક શિક્ષણાધિકારી સંજય પરમારે કચ્છના 9 શિક્ષકને એક સાથે બરતરફ કરતી કાર્યવાહી કરી હતી.આગામી સમયમાં પણ તાલુકા કક્ષાએથી સતત ગેરહાજર રહેતા શિક્ષકોની વિગત સમયાંતરે મેળવવામાં આવશે અને તેઓની સામે પણ કડક નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેવું પ્રાથમીક શિક્ષણાધિકારી શ્રી પરમારે જણાવ્યું હતું. આ પ્રકરણમાં શિક્ષણ વિભાગની તપાસ બાદ સોલંકી કુસુમબા ભરતસિંહમ મશિ લાલાહીરાવાંઢ પ્રા. શાળા ભચાઉ,રાજેશકુમાર નટવરલાલ મ.શિ.કકરવાંઢ,ભુજ, ગીતાબેન નરેશ ચૌધરી મ.શિ.પલાસવા પ્રા.કુમાર ગ્રુપ શાળા રાપર, સંદિપભાઇ કરશન બાવરવા મ.શિ.ડોરાથાણા પ્રાથમિક શાળા,રાપર, પટેલ ગાયત્રી રમેશચંદ્રમ.શિ,ખારીયાવાંઢ (સઈ) પ્રાથમિક શાળા રાપર, કિરણભાઈ હરી ચૌધરી મ.શિ.વિડી વાડી પ્રા.શાળા,રાપર, હેતલ ડી.ગોસ્વામી મ.શિ.કાર્ગો-૧ પ્રા.શાળા ગાંધીધામ, શોભા મેરામણ મોઢવાડીયા પ્રા.શિ.વલસરા પ્રા.શાળા,અબડાસા તથા રીતુ મેણસી જખોત્રા પ્રા.શિ.ચાંદ્રાણી પ્રા.શાળા,અંજારનો બરતરફ થયેલ શિક્ષકોમાંાસમાવેશ થાય છે.

