રાપરમાં તાલુકા ગ્રંથલયનું લોકાર્પણ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાપર નગરપાલિકા ભવન ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. આ ગ્રંથાલય રાપર નગર અને તાલુકાના વિદ્યાર્થીઓ, યુવાનો તથા વાંચનપ્રેમીઓ માટે જ્ઞાન, શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. તેવી આશા વ્યક્ત કરાઈ હતી.