કચ્છ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ સેલ અંતર્ગત ભુજ તાલુકાના મમુઆરા, નખત્રાણા તાલુકાના રામપર અને સાયરા, મુન્દ્રા તાલુકાના ગેલડા અને અંજાર તાલુકાના વીડી ગામ ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમોમાં સખી મંડળ સાથે જોડાયેલી બહેનોને મહિલાલક્ષી કાયદાઓ, સરકારી યોજનાઓ, સહાય અને સેવાઓ અંગે જાગૃત કરવામાં આવી હતી.
સખી મંડળો માટે મહિલાલક્ષી યોજના જાગૃતિ કાર્યક્રમો

