રાપરના ધારાસભ્યએ પૂછયા સંતના ખબરઅંતર…

અમદાવાદ ખાતે રેડિયન્સ હોસ્પિટલમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગધેથડ આશ્રમના સંત લાલબાપુની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.

Read Full News

સહકારી આગેવાન સાથે મુલાકાત

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ), ગાંધીનગર ખાતે સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન અને માર્ગદર્શક દિલીપભાઈ સંઘાણી સાથે અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. મુલાકાત દરમિયાન સહકારી ક્ષેત્ર, સંગઠન અને જનહિતના વિવિધ વિષયો અંગે ચર્ચા કરાઈ હતી. અંજાર શહેર મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા , મહામંત્રી વૈશાલીબેન સોરઠીયા , પૂજાબેન બારમેડા,…

Read Full News

ગરીબો માટે સેવાકાર્ય

ભુજમાં કલાવૃંદ ક્લબ તથા કરાઓકે ધી મ્યુઝિકલ જર્નીના ઉપક્રમે ગરીબોને લેવા પટેલ તેમજ આર. ટી.ઓ વિસ્તારમાં મિઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. બન્ને સંસ્થાના પ્રમુખ અશોકભાઈ માંડલિયા, ઉપપ્રમુખ વિણાબેન માંડલિયા, મહામંત્રીઓ પ્રદીપભાઈ ઐયર, તથા હેમાલીબેન માંડલિયા, આનંદ ભાઈ શાહ તેમજ રાજ મોહન ઐયરે સેવા આપી હતી. ઝંખનાબેન શર્મા એ સહયોગ આપ્યો હતો

Read Full News

મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે વાતચીત કરી વિવિધ વિકાસલક્ષી તથા જનહિતના વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંજાર શહેર મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા , મહામંત્રી વૈશાલીબેન સોરઠીયા ,પૂજાબેન બારમેડા, અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન…

Read Full News

અમદાવાદમાં ઓધવ વિશ્રામ ભવન

કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ, કચ્છી ભાનુશાલી સેવા સમાજ અમદાવાદ અને કચ્છ દેશ મહાજન દ્વારા અમદાવાદ ખાતે બહારગામથી અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા ભાનુશાલી પરિવારના સભ્યોના રહેણાંક માટે બે ફલેટ ખરીદવા નક્કી કરાયું હતું. આ પ્રકલ્પ અ.નિ કરસનદાસ પુરષોત્તમભાઈ ચાંદ્રા અને સ્વ.હરિભાઈ પુરષોત્તમભાઈ ચાંદ્રા રામપર અબડાવાળી હાલ ગાંધીધામ પરિવારએ એક માત્ર સંપૂર્ણ દાતા પરિવાર…

Read Full News

દુધેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક યજ્ઞ સંપન્ન

ભુજ શહેરમા પૌરાણિક દુધેશ્વર મહાદેવ (બિહારીલાલ) મંદિરે શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મલીન સંત મૌનીબાપુએ ચાલુ કરેલા હોમાત્મક યજ્ઞની પરંપરા અવિરત રાખવા સાથે ભાવભેર યજ્ઞ યોજાયો હતો. ચાર દંપતિએ હવનમાં બેસવાનો જ્યારે પ્રસાદનો ૬૦૦ ભાવિકોએ લાભ લીધો હતો. આ અવસરે એકતા સોસાયટી તથા તેની આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ભાવિકો જોડાયા હતા. આયોજન વ્યવસ્થા બ્રહ્મલીન મૌનીબાપુના શિષ્ય ગણ દ્વારા…

Read Full News

વડીલો માટે શ્રવણ યાત્રા….

લાયન્સ કલબ ઓફ માધાપર મેઈન દ્વારા વડીલો માટે શ્રવણ યાત્રા યોજાઈ હતી. દાતા રાધાબેન કુંવરજી દબાસિયા, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા, મીનાબેન મહેતા, કલબના સેક્રેટરી શક્તિસિંહ જાડેજા, ખજાનચી દિનેશ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન જુનિત રાઠોડ, રાજેશ મોહનાની, સહયોગી નર્મદાબેન ઠાકરાણી, દયાબેન કેરાઈ, વાડીલાલ ઠાકરાણી, કીંચન ઠક્કર, સહમઁત્રી નરેશ દાવડાની હાજરીમાં યાત્રાનું પ્રશ્થાન કરાવાયું હતું. આ…

Read Full News

ભચાઉ ના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તલેની શુભેરછા મુલાકાત

ભચાઉ ના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ તલેની વાગડ વિકાસ સંઘના મંત્રી ભચાઉના મહેશ શાહએ શુભેરછા મુલાકાત લીધી હતી . શ્રી શાહે નવનિયુક્ત અધિકારીને વાગડ વિકાસ સંઘની પ્રવૃતિ થી માહિતગાર કર્યા હતા. પ્રાંત અધિકારીએ ટૂંક સમયમાં કંથકોટ ખાતે ચાલતી સંસ્થાની પ્રવૃતિ નિહાળવા મુલાકાત લેવા ની ખાતરી આપી હતી

Read Full News

લુણીમાં જન્માષ્ટમી ઉજવણી

લુણી આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના તારાચંદ મુની અને પ્રશાંતમુનિની હાજરીમાં કૃષ્ણ ભગવાન જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. ઉજવણી દાતા પરિવાર નિર્મલાબેન મોહનલાલ રાજગોર અને દીલીપસિંહ કાથણજી જાડેજા ના સહયોગથી થઈ હતી

Read Full News

માંડવી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન

નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને માંડવી એસટી ડેપોના સંયુક્ત ઉપક્રમે માંડવી એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહે પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે સૌને આવકાર્યા હતા. એસ.ટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે આભાર માન્યો હતો એસટી ડેપોના ડોક્ટર જયભાઈ કે….

Read Full News