મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમની સાથે વાતચીત કરી વિવિધ વિકાસલક્ષી તથા જનહિતના વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંજાર શહેર મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા , મહામંત્રી વૈશાલીબેન સોરઠીયા ,પૂજાબેન બારમેડા, અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ ,તેમજ જયશ્રીબેન મહેતા, ઉપપ્રમુખ હંસાબેન પ્રજાપતિ, જીજ્ઞાબેન પ્રજાપતિ મંત્રી અને આઇટી વિભાગના મૈત્રીબેન દવે સાથે રહ્યા હતા