નિમણૂક બદલ સન્માન

કચ્છ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં ભુજના રશ્મિકાંત ઠક્કરની નિમણૂક થતા તેમનું સન્માન કરાયું હતું. ભુજની નિશાંત પાર્ક સોસાયટીના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં તેમનું સાંસદ વિનોદભાઈ ચાવડા અને નગરપતિ શીતલભાઈ શાહ તથા સોસાયટીના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.

Read Full News

યુવા તપસ્વીઓને પારણા કરાવાયા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ પરિવાર દ્વારા યુવા તપસ્વીઓની પર્યુષણ પર્વની અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવા બદલ પારણા કરાવાયા હતા. ઉષ્માબેન નીપુલ મહેતાના પુત્રો નીર અને કાવ્ય દ્વારા અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવામાં આવતા સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, દિનેશભાઈ મહેતા, નીલવંતી બેન મહેતા તથા સંસ્થાના કાર્યકરો વિજય મહેતા, પ્રગતિ મહેતા, વિગેરેના હસ્તે તેમને…

Read Full News

બારસો સૂત્ર વહોરાવ્યો.

માંડવી તપગચ્છ જૈન સંઘમાં સંવત્સરીના દિવસે સાધ્વીજીઓને બારસો સૂત્ર વહોરાવવાનો લાભ ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) એ લાભ લીધો હતો. કલ્પસૂરી આરાધના ભવનમાં બારસો સૂત્ર ડગાળા પરિવારના વિરલભાઈ મહેતા ,ભરતભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, પ્રતિકભાઇ મહેતા અને મૈત્રીબેન મહેતાએ વહોરાવ્યો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ…

Read Full News

બાળરંજન રંગારંગ કાર્યક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાંદિપની સાહિત્ય પરિષદ દ્વારા ભુજની જય નગર પ્રાથમિક શાળામાં બાળ સાહિત્યકાર ધરતી હિરેન શર્મા દ્વારા બાળ રંજન રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, ધરતી શર્માએ નાનાં ભૂલકાઓ સમક્ષ બાળગીતો ગાઇ બાળકોના શનિવારને રસપ્રદ અને યાદગાર બનાવ્યો હતો. રૂપલબેન મહેતાએ પણ બાળવાર્તા કરી હતી. આ સાથે બાળકોએ પણ તેમની કાલીઘેલી ભાષામાં શિક્ષકો તથા સાહિત્યકારો…

Read Full News

વાસુદેવભાઈ ઠક્કરની પુણ્યતિથિએ સેવકાર્યો

જાણીતા બિલ્ડર, લોહાણા સમાજના અગ્રણી સમાજ સેવક, સંગીત પ્રેમી અને દાતા સ્વ વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની પુણ્યતિથી ભુજ ખાતે સેવકાર્યો સાથે ઉજવાઇ હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સત્યમનાં અધ્યક્ષ દર્શકભાઇ અંતાણીએ સ્વ. વાસુદેવભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ, નર્મદા ગામોટ, અંકિતા ધોકાઇ, માલસનીબેન ગઢવી,…

Read Full News

૪૦ વ્યક્તિને ૪૦ કબાટ ભેટ

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના કચ્છના મનુભાઈ શાહ અને રીકાબેન શાહના સહયોગથી, અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરતમંદ ૪૦ વ્યક્તિઓને ૪૦ કબાટ ભેટ આપવા માંડવીના મેઘજી સોજપાલ જૈન આશ્રમના પરિસરમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો.માંડવીના નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીના અધ્યક્ષપદે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ, માંડવી નગરપાલિકાના પૂર્વ…

Read Full News

દારૂબંધીના કાયદાના અમલ સામે ફરી સવાલો

ભુજના પોશ વિસ્તારની કોલોની પાસેની ઘટના ભુજ શહેરના જ્યુબિલી મેદાન નજીક બેંકર્સ કોલોનીના પ્રથમ નંબરના દરવાજા પાસે બહારના ભાગે જાહેર માર્ગની બાજુમાં દારૂની ખાલી બોટલો, પેકિંગ તથા અન્ય કચરો મળી આવ્યો હોવાના દ્રશ્યોની તસવીરો સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ સ્થળ કોઈ અંતરિયાળ કે નિર્જન વિસ્તાર નથી, પરંતુ રહેણાંક અને અવરજવરવાળો પોશ…

Read Full News

બાળ ઊર્જા રક્ષક દળ કાર્યકમ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના માર્ગદર્શન હેઠળ ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા ‘બાળ ઊર્જા રક્ષક દળ’ પ્રોજેક્ટ અંતર્ગત ખલ્ફાન પ્રાથમિક શાળા, માંડવી ખાતે ઊર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા આધારિત વિવિધ મોડેલ્સનું નિદર્શન તથા ઊર્જા વિષયક પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્ય વસંતભાઈ…

Read Full News

TAT-S મુખ્ય પરીક્ષા કેન્દ્ર ન ફાળવતા વિરોધ પ્રદર્શન

કચ્છ જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓ માટે કચ્છમાં કેન્દ્ર ન ફાળવાત વિરોધ પ્રદર્શન કરાયું હતું. કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ ડી જાડેજા, ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી, NSUIના તિર્થભાઇ ઠક્કર, ફેજલ હિંગોરા , કૃષ્ણરાજસિંહ જાડેજા, સંદીપ રામ, ધૈર્યરાજસિહ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ, ગંગાબેન, સંજનાબેન, સિધ્ધિ સહિત કાર્યકર્તા જોડાયા હતા

Read Full News

પર્યુષણ પર્વ ભાવના સંધ્યાભકતી

રાપરગઢ અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર ટીમ દ્વારા જૈન ધર્મ ના પર્યુષણ પર્વ સંધ્યા ભક્તિમા હાજરી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સૌરાષ્ટ્ર પ્રાંત પ્રસાશનીક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ, માતાના મઢ ધર્મપ્રસાર પ્રમુખ રામજીભાઈ કોલી, કોઠારા પ્રખંડના ગૌ સેવા સંવર્ધન પ્રમુખ દલપતસિંહ જાડેજા, કોઠારા પ્રખંડ ગૌસેવા સંવર્ધન ઉપપ્રમુખ વિપુલભાઈ શાહ, સંઘમાંથી જાડેજા ભગીરથસિંહ,…

Read Full News