પાક્ષિક સેવા યજ્ઞ સંપન્ન

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણ પર્વ નિમિત્તે શરૂ કરાયેલા પાક્ષિક સેવા યજ્ઞનું સમાપન કરાયું હતું. આ સેવા યજ્ઞમાં ભુજ-રાપર તેમજ માંડવીના વિસ્તારો આવરી લેવાયા હતા. સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Read Full News

માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા, દાતાના સહયોગથી, માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ અપાયું હતું. મૂળ માંડવીના હાલમાં મસ્કત ઓમાનમાં રહેતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી માંડવીના વાલ્મિકી સમાજને સમિતિના અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ શાહ, અને લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના…

Read Full News

યક્ષના મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું

માધાપર ( ભુજ ) મુકામે યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું હતું. બગડેલા બટાકા, કૃત્રિમ રંગ, અને ન્યૂઝપેપરનો તેમજ કલર વાળી કોટન કેન્ડીનો મોટા પ્રમાણમાં જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. ૪૦ જેટલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સનું ચેકિંગ કરી હાઇજીન નિયમોનું પાલન કરવા અને ગ્લોવ્ઝ-એપ્રોન પહેરવા સૂચના અપાઈ હતી.

Read Full News

ભુજ માકપટ જૈન સમાજની યાત્રા

વિવારે કચ્છ માકપટ જૈન સમાજના પ્રમુખ કેતનભાઈ શાહની આગેવાનીમાં યાત્રા પ્રવાસ સમિતિના સભ્યો પ્રજ્ઞેશભાઈ મહેતા વગેરે દ્વારા 135થી વધુ સભ્યો સાથે જૈન સમાજના આસ્થાના કેન્દ્ર મણિલક્ષ્મી તીર્થ તથા ઉજ્જૈન મહાતીર્થની યાત્રા યોજાઈ હતી. આ આયોજન 5 દિવસ ચાલવાનું છે. ભુજ રેલવે સ્ટેશનથી સયાજી ટ્રેનથી ભુજ માકપટ જૈન પરિવારના પ્રમુખ પ્રકાશ ગાંધી, ઉપપ્રમુખ સુરેશભાઈ શેઠ, મંત્રી…

Read Full News

મુન્દ્રા અદાણી પાવર પ્રોજેક્ટ સામે ધરણા

અદાણી પાવર, મુન્દ્રા કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને હક્કોની માંગણીઓને લઈને બીજા દિવસે ધરણા પ્રદર્શન ચાલુ રહ્યું.સંગઠન ના જિલ્લા મંત્રી જીગ્નેશ ગોસ્વામી એ જણાવ્યું કે વર્ષોથી કંપનીની પ્રગતિમાં કર્મચારી યોગદાન આપ્યું છે આ કર્મચારીઓની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવે અને યોગ્ય તથા ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે તેવી કર્મચારી સંઘની માંગ…

Read Full News

નાનાયક્ષના મેળા નો પ્રારંભ

માધાપર (ભુજ)માં નાના યક્ષનો મેળો પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ભરાયો. સારા વરસાદને કારણે મેળાની રંગતની રોનક વધી. શનિવારથી શરૂ થયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. .સાંસદ વિનોદભાઈ ચાવડા ,ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજી જોધાણી, માધાપર જુનાવાસ સરપંચ ગંગાબેન,ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, યક્ષ મંદિર ના ટ્રસ્ટી નરેશભાઈ શાહના હસ્તે લોક મેળા નું ઉદ્ઘાટન…

Read Full News

સેવાકાર્યો સાથે વડાપ્રધાનનો જન્મદિન ઉજવાયો

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા દ્વારા દાતાઓના સહયોગથી સિલાઈ મશીન- ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવાયો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે જરૂરતમંદ ૪ મહિલાને ૪ સિલાઈ મશીન, ૨ દિવ્યાંગને ટ્રાયસિકલ અને ૧ દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરાય હતી. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે આવકાર…

Read Full News

કચ્છી – હિન્દી પાઠાવલીનું વિમોચન

કચ્છી ભાષાનો પ્રારંભિક પરિચય કચ્છના બી.એસ.એફ.ના જવાનોને થાય તેવા હેતુથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના સૌજન્યથી, વી.આર.ટી.આઈ. – માંડવી પ્રકાશિત કચ્છી હિન્દી પાઠાવલી-૧ ની છઠ્ઠી આવૃત્તિનું વિમોચન ભુજના બી.એસ.એફ.ના મુખ્યાલયે સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના હસ્તે બુધવારના કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે D.I.G. યોગેન્દ્રસિંહ રાઠોડ, કમાન્ડન્ટ યોગેશકુમાર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ગોધરાની સમિતિના ચંદ્રકાંતભાઈ મોતા,…

Read Full News

રાપર તાલુકામાં મોદીના જન્મદિને સેવાકીય પ્રવૃતીઓ શરૂ.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૭૬મા જન્મ દિવસ નિમિત્તે રાપર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાપર શહેર અને તાલુકા મા કરવામાં આવી હતી. જેમાં વહિવટી તંત્ર સહભાગી બન્યું હતું . રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યુવા ભાજપ મોરચા દ્વારા યોજાયો હતો. સલારી ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના…

Read Full News

ખીરસરા (વિંજાણ) ગામે દીપ પ્રજ્વલન

ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ લેવાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘સેવા પખવાડા’ અંતર્ગત અબડાસાના ખીરસરા (વિંજાણ) ગામની પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રજ્વલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા 101 દીવડા પ્રગટાવીને વડાપ્રધાનના નિરોગી, દીર્ઘાયુ જીવન અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોએ દેશભક્તિના નારા લગાવી…

Read Full News