ભુજમાં રક્તદાન કેમ્પ

ભુજની ઉસ્તાદોવાળી મસ્જિદ નજીક ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો કેમ્પમાં SOGના અધિકારીઓ તેમજ સંજોગનગરના કાઉન્સિલર સહિતના આગેવાનો અને સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપ્યું હતું.

Read Full News

આદિપુરમાં ઇદ નિમિતે કાર્યક્રમ

ઇદ નિમિત્તે આદિપુરમાં મદિનાનગર ઇદગાહ મસ્જિદથી જુલૂસનું આયોજન કરાયું હતું. આ વેળાએ પોલીસની સરાહનીય કામગીરી બદલ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો. આદિપુર મુસ્લિમ સમાજના પ્રમુખ રમજાનભાઇ મોખા, ઇલિયાસ મીર, હાજી સલીમશાહ, ગુલામહુશેન બાપુ, હુશેન નોડે, કે. કે. અંસારી વગેરે જોડાયા હતા.

Read Full News

નગર સેવિકાઓ દ્વારા જવાનોને રક્ષાબંધન

રક્ષાબંધન પર્વ નિમિત્તે અંજાર નગરપાલિકાની મહિલા નગર સેવિકાઓ દ્વારા ગળપાદર સ્થિત BSF કેમ્પ ખાતે જઈ જવાનોને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા તેમજ મહિલા નગર સેવિકાઓ સોનલબેન મહેતા, પ્રીતિબેન માણેક, કલ્પનાબેન ગોર, હર્ષાબેન ચોટારા અને સંદિપાબેન સાકરીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે માજી નગરસેવિકા જયશ્રીબેન મહેતા પણ જોડાયા હતા.

Read Full News

આડેસરમાં પોલીસને રક્ષાબંધન

આડેસર પોલીસ સ્ટેશન ખાતે સીમા જાગરણ ગૃપ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી ગૃપના બહેનો દ્વારા આડેસર પીઆઈ જે.બી આચાર્ય વસરામ ચૌધરી મુકેશ ઠાકોર, રામગર ગૌસ્વામી, મુકેશ ચાવડા, શિરિષ ચૌધરી વિગેરને રાખડી બાંધવામા આવી હતી.

Read Full News

માંડવીના શિક્ષિકાને પ્રતિભાશાળી એવોર્ડ

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ સન્માન માંડવીની જિલ્લા પંચાયત સંચાલિત ખલ્ફાન દામાણી પ્રાથમિક શાળાના શિક્ષિકા કુમારી ઉષાબેન સોલંકીને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા” પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં કલસ્ટર ક્ષેત્રે ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી, નાવીન્ય પૂર્ણ પ્રયોગો તથા સામાજિક ક્ષેત્ર માં પણ સક્રિય યોગદાન…

Read Full News

શૈક્ષિક મહાસંઘની શુભેચ્છા મુલાકાત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, માંડવી તાલુકાની નવનિયુક્ત કારોબારી ટીમ દ્વારા ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તાલુકાની શૈક્ષણિક સ્થિતિ, શિક્ષકોના વિવિધ પ્રશ્નો તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. હોદ્દેદારો અધ્યક્ષ પ્રવીણ ભાઈ કન્નડ ,જિલ્લા મહિલા ઉપાઘ્યક્ષ દક્ષાબેન રાણીપા, જિલ્લા સહમંત્રી નવીનભાઈ ખાંખલા, તાલુકા મહિલા ઉપાઘ્યક્ષ…

Read Full News

આધોઇમાં જન્મદિવસની અનોખી ઉજવણી

દિવ્યરાજસિંહ જાલુભા પરમારના પરિવારે દિવ્યરાજસિંહનો જન્મ દિવસ અલગ રીતે ઊજવતા બાળકોને શૈક્ષણીક કીટ અને અલ્પાહાર વિતરણ કર્યું હતું. લાયન્સ ક્લબ ભચાઉના માધ્યમથી આધોઇ ગોપાલાનંદજી વિદ્યા મંદિરમાં હોસ્ટેલમાં અભ્યાસ કરતા 550 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાઈ હતી. લાયન્સ પ્રમુખ ડો, ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેકટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, એડવોકેટ નોટરી કલાબેન ગાલા આધોઈ જિલ્લા પંચાયતના સદસ્ય વિજયસિંહ જાડેજા,નરા ગામ…

Read Full News

આડેસરમાં શાંતિ સમિતિ બેઠક

કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર ખાતે આડેસર પીઆઈ જે.બી આચાર્યના વડપણ હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ સમાજ ના લોકોએ હળીમળીને તહેવાર ઉજવવા નિર્ણય કર્યો હતો. બેઠકમા મુકેશ ચાવડા,વસરામ ચૌધરી, મુકેશઠાકોર,માદેવાભાઈઆહરાણાભાઈ આહીર રમજાનભટ્ટી, અબ્દુલકરીમ હિંગોરજા, ફકીરમામદ સમેજા, 9જુનેદભાઈ સૈયદ વિગેરેઉપસ્થિત રહ્યા હતા

Read Full News

ખેંગારજી બાવાની જન્મ જયંતિ ઉજવાઈ

ચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની ૧૬૦ મી જન્મ જયંતી ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે ઉજવાઇ હતી ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હારા રોપણ કર્યું હતું. નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ રાજવી પરિવારના હનુવતસિંહજી જાણીતા કવિ પબુ ગઢવી, નગરપાલિકાના કાઉન્સીલર રૂપલબેન…

Read Full News

પૂર્વ મહેસુલ મંત્રીની જન્મજયંતીની ઉજવણી

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી અને લોકસેવક પ્રેમજી ભવાનજી ઠક્કરની જન્મજયંતીએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના તેમજ ભુજ નગર પાલિકા નાં ઉપક્રમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો માટે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર બાગ પાસે સ્વ.ની…

Read Full News