વડીલો માટે શ્રવણ યાત્રા….

લાયન્સ કલબ ઓફ માધાપર મેઈન દ્વારા વડીલો માટે શ્રવણ યાત્રા યોજાઈ હતી. દાતા રાધાબેન કુંવરજી દબાસિયા, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા, મીનાબેન મહેતા, કલબના સેક્રેટરી શક્તિસિંહ જાડેજા, ખજાનચી દિનેશ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન જુનિત રાઠોડ, રાજેશ મોહનાની, સહયોગી નર્મદાબેન ઠાકરાણી, દયાબેન કેરાઈ, વાડીલાલ ઠાકરાણી, કીંચન ઠક્કર, સહમઁત્રી નરેશ દાવડાની હાજરીમાં યાત્રાનું પ્રશ્થાન કરાવાયું હતું. આ યાત્રામાં 56 વડીલોએ જોડાઈ ધાર્મિક સ્થળ વાંઢાય, માતાના મઢ, નારાયણસરોવર, કોટેશ્વર તેમજ ગુનેરી ખાતે દર્શન કર્યા હતા. પ્રમુખ રાહુલ ઠક્કરે આભાર વ્યકત કર્યો હતો. આવા સેવાકાર્ય દાતાના સહયોગથી અવિરત રાખવાની ખાત્રી કલબ ઉપપ્રમુખ રાજુભાઈ ગજ્જરે અને શામજી કેરાઇએ આપી હતી.