જન્માષ્ટમી નિમિત્તે મનો દિવ્યાંગોની સેવા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દાતાના સહયોગથી વિવિધ સંસ્થાઓના 108 મનો દિવ્યાંગો માટે સેવાકાર્ય કરાયું હતું. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી પ્રદીપભાઈ દોશી શાંતિલાલ મોતા કે બી પરમાર ઓજસ શેઠ ભાવનાબેન જોશી વિજય મહેતા વિગેરે કાર્યકરો જોડાયા હતા.

Read Full News

લાયોનેસ ભુજ દ્વારા સેવાકાર્ય….

સમાજને ઉપયોગી અને રચનાત્મક પ્રવૃતિ કરતી સંસ્થા લાયોનેસ કલબ ઓફ ભુજ દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિતે સેવાનું કાર્ય હાથ ધરાયું હતું. ક્લબના પ્રમુખ રીટાબેન મહેતાના નેતૃત્વમાં ભુજ માનસિક રોગની હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે આ સેવાનું કામ કરાયું હતું. ક્લબના મંત્રી હર્ષાબેને વ્યવસ્થા સંભાળી હતી. જિગ્નાબેન અને તેજલબેને સહયોગ આપ્યો હતો.

Read Full News

તોલાણી કોમર્સ કોલેજમાં યોજાયો જાગૃતિ કાર્યક્રમ

આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસ અંગે જાગૃતિ કાર્યક્રમ તથા ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા ટીબી-એચઆઈવી અધિકારી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને HIV, ટીબી, હિપેટાઇટિસ અને સિફિલિસના કારણો, સંક્રમણના માર્ગો, લક્ષણો, બચાવના ઉપાયો, વહેલા નિદાન અને સારવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ…

Read Full News

જી.પી.એસ.સી. પાસ કરી પ્રિન્સિપાલ બન્યા

રાજ્યમાં ૧૦મા ક્રમે કૃણાલ ડાઘા (શાહ) પાસ થયા હતા માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના પૂર્વ વિદ્યાર્થી કૃણાલ તિલકભાઈ ડાઘા (શાહ) જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને અંજારની આઈ.ટી.આઈ. કોલેજમાં વર્ગ-૨ ના પ્રિન્સિપાલ બન્યા છે. જી.પી.એસ.સી.ની પરીક્ષા ૮૨ ટકા માર્કસ સાથે પાસ કરી તેઓ ગુજરાત રાજ્યમાં ૧૦મા ક્રમે રહ્યા હતા. તેવું કૃણાલના ગુરુ અને જૈનનૂતન પ્રાથમિક…

Read Full News

જન્મદિન વ્હીલચેર અર્પણ કરી ઉજવ્યો

ભુજ ખાતે સેવાકાર્યોમાં પ્રવૃત મહિલા અગ્રણી રામુબેન પટેલના જન્મદિને વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા તેમણે વ્હીલ ચેર અર્પણ કરી જન્મદિનની ઉજવણી કરી હતી આ ઉપરાંત જરૂરિયાતમંદોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રામુબેન પટેલ ઘણા સમયથી ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરે છે. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી આ કાર્યક્રમ…

Read Full News

થેલેસેમિયા દર્દીઓ સાથે ઉજવણી

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા ભાવિનભાઈ ખંડોર દાદર મુંબઈના સહયોગથી જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને જૈન અગ્રણી નટવરલાલભાઈ વોરા તથા ડોક્ટર મોહિની દાત્રાણીયાના અતિથિ વિશેષ પદે રેખાબેન પટેલે દર્દીઓનો પરિચય કરાવ્યો હતો સંસ્થાના મીનાક્ષીબેન મોત, મોહિની…

Read Full News

પુણ્યતિથિએ સેવાના કાર્યો

મૂળ ડગાળા (તા.ભુજ)ના માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણીલાલની ૧૬મી પુણ્યતિથિ જીવદયા – માનવસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઉજવાઈ હતી.માંડવીના સાતેય જૈન દહેરાસરમાં આંગી કરીને તથા મહાવીર સ્વામી ભગવાનના દહેરાસરમાં ત્રીશલા મંડળના બહેનોના માધ્યમથી પ્રભુજીની સ્નાત્ર પૂજા ભણાવીને ધાર્મિક પ્રવૃત્તિ કરાઈ હોવાનું દાતા પરિવારના દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પરિવારના રમેશભાઈ, વર્ધમાનભાઈ, અર્ચનાબેન, ધવલભાઈ, રિશીભાઈ અને શ્રેયા…

Read Full News

જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ માંડવીના બી.એસ.એફ.ના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. સમીતીના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ અને ટીમ ગોધરાના સબીરભાઈ ચાકી તેમજ માંડવીના શ્રી ક્લાસીસના બહેનો અને બાલિકાઓએ જવાનોને રાખડી બાંધી હતી.

Read Full News

એસ.ટી.ડેપોના કર્મચારીઓને રક્ષાબંધન

માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળે રક્ષાબંધન નો તહેવાર એવા ભાઇઓ સાથે મનાવ્યો જે ફરજનિષ્ઠા ના કારણે પોતાની સગી બહેનો પાસે રાખડી બંધાવી શકતા નથી પણ સમાજની બધી બહેનોને પોતાના ભાઇઓના ગામ સુધી પહોંચાડવાની ફરજ બજાવે છે. માંડવી એસ.ટી. ડેપો ખાતેના આ કાર્યક્રમમાં સ્વાગત ડેપોમેનેજર નિમીષાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલામંડળ ના પ્રમુખ પિનાકિનીબેન સંઘવીએ…

Read Full News

પ્રશંસાપાત્રઅર્પણવિધિ

સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણના માનદ સભ્ય તરીકે ઓપરેશન અભ્યાસ અંતર્ગત યોજાયેલી મોકડ્રિલમાં શિસ્તબત રીતે જવાબદારી સાથે સક્રિય રહેવા બદલ ઈસ્માઈલભાઈ જુણેજાને નાગરિક સંરક્ષણ તરફથી 15 મી ઓગસ્ટના પ્રશંસા પ્રમાણપત્ર જાહેર થયો હતો. ભુજ સંસ્કૃત પાઠશાળા ખાતે વિનુભાઈ સોમૈયા, વિભાકર ભાઈ અંતાણી અને વારીસ પટણી દ્વારા આ સન્માન તેમણે એનાયત કરવામાં આવ્યુ હતુ. તેવું જયશ્રીબેન હાથીએ…

Read Full News