માંડવી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન

નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને માંડવી એસટી ડેપોના સંયુક્ત ઉપક્રમે માંડવી એસ.ટી. ડેપોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહે પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. અભિયાનના મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ શાહે સૌને આવકાર્યા હતા. એસ.ટી ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે આભાર માન્યો હતો એસટી ડેપોના ડોક્ટર જયભાઈ કે. મહેતાએ જણાવ્યું હતું કે બીમારીનું મૂળ ગંદકી છે.