સહકારી આગેવાન સાથે મુલાકાત

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ), ગાંધીનગર ખાતે સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન અને માર્ગદર્શક દિલીપભાઈ સંઘાણી સાથે અંજાર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. મુલાકાત દરમિયાન સહકારી ક્ષેત્ર, સંગઠન અને જનહિતના વિવિધ વિષયો અંગે ચર્ચા કરાઈ હતી. અંજાર શહેર મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા , મહામંત્રી વૈશાલીબેન સોરઠીયા , પૂજાબેન બારમેડા, અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ , તેમજ જયશ્રીબેન મહેતા, ઉપપ્રમુખ હંસાબેન પ્રજાપતિ, જીજ્ઞાબેન પ્રજાપતિ મંત્રી અને આઇટી વિભાગના મૈત્રીબેન દવે, સાથે રહ્યા હતા.