માનકુવામાં “જશ્ને ગૌસે આઝમ” કાર્યક્રમ

ભુજ તાલુકામાં માનકુવા ખાતે જશ્ને ગૌસે આઝમનો કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆત મૌલાના અસ્રારુલ હક પેશ ઈમામ, મસ્જિદે નૂરે કરાવી હતી. મૌલાના કાસીમ પેશ ઇમામ જામા મસ્જિદ દ્વારા નાત-એ-પાક પેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા મૌલાના મુસ્તાક હિંગોરા ભુજએ જણાવ્યું હતું કે, આપણે સૌ એક બનીને રહીએ, પરસ્પર મોહબ્બત અને ભાઈચારો જાળવીએ. મુખ્ય આયોજક કુંભાર રમજુ…

Read Full News

ભુજમાં ગીત સંગીતનો કાર્યક્રમ

જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ દ્વારા જાયન્ટસ હોલ ખાતે સંગીત સંધ્યા નો કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરમેન અશોકભાઈ માંડલિયા ના અધ્યક્ષ પદે યોજાયો હતો. દિપ પ્રાગટય તે અને ભુજ ગ્રૂપના પ્રમુખ અભિલાષ મહેતા, દિપક ભટ્ટ, જયસિંહ પરમાર, હર્ષદ સોની , પ્રદીપ જોશી, હેમંત ઠક્કર, તેમજ અરૂણ જોશી દ્વારા કરાયું હતું. ફિલ્મી ગીતો જયાબહેન ઠક્કર, ટીઆના માંડલિયા, રાજેશભાઈ ઠક્કર,…

Read Full News

કચ્છી હિન્દી પાઠાવલીથી મુખ્યમંત્રીનું સન્માન

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શનિવારે કંડલાની મુલાકાતે આવ્યા હતાં. માંડવીના ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કચ્છી હિન્દી પાઠાવલી અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું.

Read Full News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કંડલા એરપોર્ટ ખાતે સ્વાગત

150 ટી.પી.ડી. ઈ –મિથેનોલ પ્લાન્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને વોટર–વે કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલનું કંડલા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. કલેક્ટર અનિલ રાણાવસિયા,દીનદયાલ પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંગ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, આસામ પેટ્રો કેમિકલ્સ લિમિટેડના ચેરમેન બિકુલ ડેકા,…

Read Full News

દિનદયાળજીને શ્રધ્ધાસુમન

અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે દેવળિયા નાકા પાસે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઈ આહીરએ દિનદયાલજી ના જીવનનો પરિચય આપતા તેમને એક રાષ્ટ્રપ્રેમી…

Read Full News

મસ્કત-ઓમાન નિવાસી દાતા તરફથી દાન

માંડવીની સંસ્થા ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા ટોપરાણી પરિવાર તરફથી રુપિયા ૧,૭૫,૦૦૦નું દાન અપાયું હતું. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી મારફતે જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી)ને આ માટે રજૂઆત કરી હતી. ચેક સોસાયટીના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ, સંસ્થાના પ્રમુખ તથા ઉપપ્રમુખ…

Read Full News

માંડવીમાં શિક્ષણની સિદ્ધિના ઓવારણા

માંડવીમાં સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય મંજુલાબેન ભદ્રેશ સંઘવીએ પી.એચ.ડી.ની ડીગ્રી હાંસલ કરતાં તેમનુ સન્માન કરવામા આવ્યુ હતું. સંસ્થાના પ્રમુખ પિનાકિની સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનચી ડૉ.પારુલબેન ગોગરી,સલાહકાર સીમાબેન લાલન, ઉષાબેન શાહ, શોભાબેન સંઘવી,વર્ષાબેન શાહ, જેની સંઘવી,રાહુલ સંઘવી,ભદ્રેશ સંઘવી અને ગાર્ગી ગોગરી સહયોગી રહ્યા હતાં.

Read Full News

અંજાર નવી મામલતદાર ઓફિસની મુલાકાતે રાજયમંત્રી

અંજારના ચિત્રકૂટ બાયપાસ નવી કોર્ટ પાસે મામલતદાર ઓફિસ બની રહી છે. રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ભાજપના કાર્યકરો સાથે કચેરી સંકુલની મુલાકાત લીધી હતી. કોન્ટ્રેક્ટર લાલજીભાઈ દ્વારા બાંધકામ અંગેની વિગતો અપાઈ હતી.

Read Full News

મુંબઈના માનસિક અસ્વસ્થ પ્રૌઢનું પરિવારથી મિલન

ખૂબ જ કથળેલી માનસિક હાલતમાં મળી આવેલા 59 વર્ષીય મુંબઈના હિતેન્દ્રભાઈ હરગોવિંદભાઈ મિસ્ત્રીને ભુજના ‘મા-બાપનું ઘર આશ્રમ’ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. હિતેન્દ્રભાઈ સ્વસ્થ થતાં આશ્રમની ટીમ – પોલીશ દ્વારા તેમના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. મુંબઈ બોરીવલી વેસ્ટથી આવેલાં તેમનાં પત્ની ભાવનાબેન હિતેન્દ્રભાઈની ઓળખ તથા જરૂરી કાયદાકીય ખરાઈ કર્યા બાદ, પરિવારને કબજો સુપરત કરવામાં…

Read Full News

આડેસરમાં પ્લાસ્ટીકને જાકારો આપવા હાકલ

તાલુકામાં આડેસરમાં જિલ્લા પંચાયત સદસ્ય જયદીપસિંહ જાડેજા દ્વારા સેવા સંકલ્પ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્ધાર સાથે બજારમાં વેપારીઓ, ગ્રાહકો, ફેરીયાઓ તથા દુકાનદારોને પર્યાવરણને નુકશાનકારક પ્લાસ્ટિક બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. તો કાપડની થેલી વિતરણ કરવામાં આવી હતી.

Read Full News