૪૦ વ્યક્તિને ૪૦ કબાટ ભેટ

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના કચ્છના મનુભાઈ શાહ અને રીકાબેન શાહના સહયોગથી, અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરતમંદ ૪૦ વ્યક્તિઓને ૪૦ કબાટ ભેટ આપવા માંડવીના મેઘજી સોજપાલ જૈન આશ્રમના પરિસરમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો.માંડવીના નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીના અધ્યક્ષપદે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહ, માંડવી નગરપાલિકાના પૂર્વ ઉપ નગરપતિ નરેનભાઈ સોની તથા માંડવીની રામકૃષ્ણ હાઈસ્કૂલના શિક્ષક વિવેકભાઈ રામદેવપુત્રમ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જૈન આશ્રમના મેનેજર અનિલભાઈ ટાંક વ્યવસ્થામાં સહયોગી રહ્યા હતાં.