ભુજના પોશ વિસ્તારની કોલોની પાસેની ઘટના
ભુજ શહેરના જ્યુબિલી મેદાન નજીક બેંકર્સ કોલોનીના પ્રથમ નંબરના દરવાજા પાસે બહારના ભાગે જાહેર માર્ગની બાજુમાં દારૂની ખાલી બોટલો, પેકિંગ તથા અન્ય કચરો મળી આવ્યો હોવાના દ્રશ્યોની તસવીરો સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ સ્થળ કોઈ અંતરિયાળ કે નિર્જન વિસ્તાર નથી, પરંતુ રહેણાંક અને અવરજવરવાળો પોશ વિસ્તાર છે.
જાહેર સ્થળ પર આટલી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવતાં સ્વાભાવિક રીતે અનેક સવાલો ઉભા શું આ વિસ્તારમાં દારૂનું સેવન થાય છે? દારૂની ગેરકાયદેસર હેરાફેરી કે વેચાણ સાથે આ વિસ્તારનો કોઈ સંબંધ છે આસપાસના સી.સી. ટી.વી. કેમેરાની તપાસ કરવામાં આવી છે કે નહીં ? તેના સહિતના અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

